તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th February 2025
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે એક સાથે ત્રણ દિપડાઓ ત્રાટકયાઃ ર૦થી વધુ ઘેટાનું મારણ

વાંકાનેર તા. ૧ર :.. તાલુકાના અગાભી પીપળીયા ગામ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગામમાં આવેલ એક માલધારીના
વાડામાં ત્રણ જેટલા દીપડાઓ ત્રાટકયા હતા અને વાડામાં પુરેલા ૨૦ થી વધુ ઘેંટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. ગામમાં એક સાથે ત્રણ દીપડાઓ ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં ગત બે વાગ્યાની આસપાસ એક સાથે ત્રણ જેટલા દીપડાઓ ત્રાટકયા હતા સવારે વાડાએ જતા ઘેટાંઓ ફાડી ખાધેલ હાલતમાં મળી આવતા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગ અને વહીવટી તંત્રને કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (પ-૧૩)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
