<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

પીજીવીસીએલ મોરબી શહેર પેટા વિભાગ ૨ શરુ કરવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની રજૂઆત.

વીજ ગ્રાહકો અને રેવન્યુને ધ્યાનમાં લઈ આ વિષયને ઝડપથી કાર્યાન્વિત કરવા મુખ્યમંત્રીને રજુઆત

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : પી.જી.વી.સી.એલ. મોરબી શહેર પેટ વિભાગ-2 કચેરીનું વિભાજન કરવા અંગે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.


ધારાસભ્ય કાંતિ અમૃતિયા એ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકા બની છે. જેથી આસપાસના સંખ્યાબંધ ગામો શહેરોમાં જોડાશે-મોરબી તેના ઉદ્યોગોને લઈને પ્રખ્યાત હોય સમગ્ર દેશમાંથી પોતાની આજીવિકા માટે મેનેજરીયલ સ્ટાફ અને શ્રમજીવીઓ મોટી સંખ્યામાં અત્રે આવે છે. આવનાર સમયમાં ૫ હજારથી વધારે નવા વીજ જોડાણો તેટલા જ પ્રમાણમાં ટ્રાન્સફોર્મર્સ અને લાઈનના સંભવિત વધારાને લક્ષમાં રાખી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા તથા ગ્રાહકને હાલાકી ન પડે તે માટે મોરબી શહેર પેટા વિભાગ-2 કચેરીનું ત્વરિત વિભાજન કરી નહેરુ ગેટ પેટા વિભાગ કચેરી શરૂ કરવા યોગ્ય કરાવશો. ત્યારે વીજ ગ્રાહકો અને રેવન્યુને ધ્યાનમાં લઈ આ વિષયને ઝડપથી કાર્યાન્વિત કરવા માંગ કરવામાં આવી છે.


 

(10:04 PM IST)