<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ભાવનગર શહેર ભાજપે મીઠાઈ વહેંચીને આતશબાજી કરી દિલ્હીના જવલંત વિજયના વધામણાં કર્યા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : દિલ્હી ખાતેની ચુંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થતા શહેર ભાજપ સંગઠને અધ્યક્ષ  અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આતશબાજી કરીને વિજયના વધામણાં કર્યા હતાં, જેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય  જીતુભાઇ વાઘાણીના વિસ્તારમાં કુંભારવાડા ખાતે તેમજ ધારાસભ્ય  સેજલબેન પંડ્યાના વિસ્તારમાં શિવાજી સર્કલ ખાતે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયાં હતાં અને મીઠાઈ વહેંચીને, ફટાકડા ફોડીને તેમજ એકબીજાને અભિનંદન આપીને દિલ્હીના જવલંત વિજયના વધામણાં કર્યા હતાં, 

 જેમાં શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, બંને ધારાસભ્યશ્રીઓ જીતુભાઇ વાઘાણી અને  સેજલબેન પંડ્યા, મેયર  ભરતભાઇ બારડ, મહામંત્રીશ્રીઓ પાર્થભાઈ ગોંડલિયા, નરેશભાઈ મકવાણા અને અલ્પેશભાઈ પટેલ સહિત શહેર સંગઠન, સ્ટે.ચેરમેન રાજુભાઇ રાબડીયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકશ્રીઓ, વડવા- બ વૉર્ડના ઉમેદવાર  અમરશીભાઈ,  અમોહભાઈ શાહ સહિત વરિષ્ટ આગેવાનો, તમામ વોર્ડનું સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


 

(8:38 PM IST)