તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
મુખ્મંત્રીશ્રીને ‘‘ઋણાનુબંધ'' પુસ્તક અર્પણ કરતા સાવરકુંડલાનાં ધારાસભ્ય મહેશ કસવાળા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૮: સાવરકુંડલા અને લીલીયા તાલુકા માં ગત વર્ષ દરમિયાન ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા નાં પ્રયત્નોથી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જનહિતનાં કાર્યોનું વિવરણ પ્રસ્તુત કરતું પુસ્તક ‘‘ઋણાનુબંધ ભાગ-૩'' માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા એ ગાંધીનગર ખાતે અર્પણ કર્યું હતું.
જનહિતલક્ષી અનેક કાર્યોના લેખા જોખા વર્ણવતું પુસ્તક નિહાળી મુખ્યંત્રીશ્રી એ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાને અભીનંદન આપ્યા હતા અને સાવરકુંડલા લીલીયા તાલુકાના વિકાસકામોમાં રાજ્યસરકાર દ્વારા સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી આપી હતી.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
