<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ભાવનગરની તળાજા સરકારી હોસ્‍પિટલની ફરિયાદોને

લઈ વિભાગીય નિયામક અચાનક ત્રાટકયા સફાઈ નો અભાવ આવ્‍યો સામેઃ આારોગ્‍ય સેવા વધુ સુધારવા સૂચન

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮: તળાજા નગર મધ્‍યે વર્ષોથી સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર અને રેફરલ હોસ્‍પિટલ અસ્‍તિત્‍વમા છે. તળાજા ન.પા થી લઈ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર ભાજપ નીજ હોવા છતાંય અહીંની નેતાગીરી લોકોને સ્‍પેશિયલ કેટેગરીની સુવિધાઓ મળી રહે તેવો વિકાસ કરવામાં વામણા પુરવાર થયા છે.

અહીં ફ્રેક્‍ચર ની આશંકા હોય કે સામાન્‍ય ઇન્‍જરી હોય ભાવનગર રીફર કરી આપવામાં આવે છે. હાઇવે ઉપરાંત આસપાસમાં અનેક રસ્‍તાઓ આવેલા હોય ત્‍યાં સર્જાતા અકસ્‍માત ના કેસો ના કારણે ઇમરજન્‍સી ગમે ત્‍યારે આવેછે તેમ છતાંય સ્‍પેશિયાલિસ્‍ટ ડોકટર કે આધુનિક સાધનો તળાજા ની જનતા માટે મળ્‍યા નથી.લેબોરેટરી છે છતાંય મશીન બંધ હોવાનું સત્તાવર સૂત્રો એ સ્‍વીકારવું પડે છે.

એચ.આઈ.વી અને ડાયાલિસિસ માટેની સુવિધા સરકારે પુરી પાડી છે જેને લઈ એ દર્દીઓને રાહત છે. ડોક્‍ટરો અને સાધનોની અછતના પગલે ઉઠતી ફરિયાદો ના પગલે આરોગ્‍ય વિભગના ઝોન નિયમક ડો.એચ.બી.વાળા અને આર.પી.સી યોગેશ્વર ઉપાધ્‍યાય એ અચાનક રાત્રિ ના સમએ ત્રાટકયા હતા.સૂત્રોએ જણાવ્‍યું હતુ કે અહીં તેઓને ઉડી ને આંખે વળગે તેવી સફાઈ નો અભાવ જોવા મળ્‍યો હતો.

તેઓએ દવાઓ ઉપલબ્‍ધ છેકે કેમ તે બાબતે પણ કાળજી લીધી હતી.આરોગ્‍ય સેવાઓ વધુ સુધારવા માટે પણ સૂચન કર્યું હતું.

હોસ્‍પિટલ ના સૂત્રો એજ જણાવ્‍યું હતુ કે અહીં કોન્‍ટ્રાકટ બેઇઝ પર રહેલ કેટલાક કર્મીઓ એવા છે જે અહીં સુવાજ આવે છે.

સરકાર નો પગાર લે છે ને અહીં કામ કરવા ના સમયે સુઈ જાય છે. ઉમેર્યું હતુંકે બે દિવસ પહેલા એકકર્મચારી સાંજે પાંચ વાગે અહીં ફરજ પર ચાદર ઓઢીને સૂતેલો જોવા મળ્‍યો હતો.

(2:07 PM IST)