તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
પોરબંદરઃ બાળકી ઉપર શિક્ષક દ્વારા દુષ્કર્મ રેકર્ડ બ્રેક ૯ દિ‘માં તપાસ પૂર્ણઃ કોર્ટમાં ચાર્જસીટ રજૂ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૮: જિલ્લાની મંડેર સરકારી પે સેન્ટર શાળાની ૨૩ વર્ષની બાળકી ઉપર શિક્ષક દ્વારા દુષ્કર્મ કેસમાં ગુન્હાની રેકર્ડ બ્રેક ૯ દિવસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને આરોપી સામેની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી છે.
માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ સ્થિત સરકારી પે સેન્ટર શાળામાં ભણતી ૧૩ વર્ષનીી બાળકી ઉપર તે જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વિપુલ બાબુભાઇ ગોહેલ દ્વારા દુષ્કર્મ આચરવા અંગેનો અતિગંભીર તથા ચકચારી બનાવ બનેલ જે બાબતે માધવપુર પો.સ્ટેમાં બી.એન.એસ. કલમ- ૬૪ (૨) ,(એફ), (એમ), ૬૫ (૧), ૩૫૧ (૩) તથા પોકસો એકટ ક.૪,૬,૮ ,૧૦ મુજબ તારીખ ૨૮ જાન્યુઆરના ંરોજ નોંધાયેલ છે.
આ બનાવ ગંભીર અને ચકચારી હોઇ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક શ્રી નિલેશ જાજડીયાના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા નાઓ દ્વારા ગુનાની ઉડાણપૂર્વક તપાસ કરી, ઝડપથી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવા સૂચનો આપવામાં આવેલ હતી.
દુષ્કર્મ બાબતે શ્રી સુરજીત જી.મહેડુ, નાયબ પોલીસ અધિક્ષક , ઇ/ચા રાણાવાવ વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ તપાસ કરનાર અધિકારી એસ.એસ. ગામેતી , પોલીસ ઇન્સ્પેકટર, નવીબંદર પોલીસ સ્ટેશન નાઓ દ્વારા તપાસ લગત મહત્વનાં ઇલેકટ્રોનીક , સાયન્ટિફક, બાયોલોજીકલ તેમજ સાંયોગીક પુરાવાઓ એકત્રિત કરી, મહત્વના સાહેદો ચકાસી, અગત્યના દસ્તાવેજજી પુરાવાઓ એકત્રિત કરી તેમજ અગત્યના સાહેદોનાં નામદાર કોટમાં નિવેદનો લેવડાવી માત્ર આઠ જ દિવસની તપાસ બાદ નાયબ પોલીસ અધિક્ષક , ઇ/ચા રાણાવાવ વિભાગ નાઓ પાસે ડ્રાફટ ચાર્જશીટ એપ્રુવ્ડ કરાવી તેમજ મુખ્ય સરકારી વકીલશ્રીનું ચાર્જશીટ વેરીફીકેશન સર્ટી. મેળવી નવમાં દિવસે ચાર્જશીટ કરવામાંઆવેલ છે.
દુષ્કર્મ કેસમાં મહત્વનાં પુરાવાઓ એકત્રિત કરેલ છે. જેમાં ઘટનાને સબંધીત મહત્વના ઇલેકટ્રોનીકસ પુરાવાઓ કબ્જે કરી ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવેલ છે. બાયોલોજીકલ તથા મેડિકલ નમૂનાઓ કબ્જે લઇ , જૂનાગઢ ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવેલ છે.
બનાવ લગત સાહેદોને તપાસવામાં આવેલ છે, તેમજ મહત્વનાં સાહેદોનોં નામદાર કોર્ટમાં નિવેદનો નોંધાવવામાં આવેલ છે. તેમજ અગત્યના દસ્તાવેજી પુરાવાઓ તેમજ મેડીકલ સર્ટીફિકેટસ મેળવી તપાસમાં રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત ભોગબનનારને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારી વકીલશ્રી તથા નામદાર કોર્ટ સાથે સંકલન કરી -કેસની ન્યાયીક પ્રક્રિયા ઝડપથી ચાલે તે સુનિヘતિ કરવામાં આવી રહ્યુ છે.
આરોપી શિક્ષક સામે ચાર્જશીટની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.ગામેતી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી ગણાત્રા તથા એ.એ. ડોડિયા તથા પોલીસ હેડ. કોન્સ.અશોકભાઇ માલદેભાઇ ચુડાસમા, અશોકભાઇ ગોંવિદભાઇ બાલસ તથા પોલીસ કોન્સ. કરણભાઇ માલદેભાઇ સૂત્રેજા તથા સંજયભાઇ નાથાભાઇ મારૂ વિગેરે રોકાયેલ હતા.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
