તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
વાંકાનેરમાં તસ્કરોનું કોમ્બીંગઃ ૭ મકાનોમાં ચોરી
બ્રાહ્મણ શેરી તથા ભાટીયા શેરીના મકાનોમાંથી લાખોની મત્તા ગયાની શંકાઃ પોલીસે માત્ર નિવેદન લઇ સ્થળની મુલાકાત લીધીઃ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા નિશાચરો

તસ્વીરમાં જયાં ચોરી થઇ તે મકાનમાં વિરવિખેર સામાન નજરે પડે છે. (તસ્વીર : લિતેશ ચંદારાણા વાંકાનેર)
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૮ :.. વાંકાનેર શહેરમાં ભરચક વિસ્તાર એવા જીનપરામાં આવેલ બ્રાહ્મણ શેરી તથા ભાટીયા શેરીમાં એક રાતમાં એકી સાથે સાત મકાનોને તસ્કરોએ નિશાન બનાવી પોલીસની પ્રતિષ્ઠાને જાણે ખુલ્લો પડકાર ફેંકેલ હોય તેવો ઘાટ સર્જાયો છે.
આ જોતા પોલીસના નાઇટ પેટ્રોલીંગ ઉપર પણ સવાલો ઉભા થયા છે તેમજ હાલ શીયાળાની ઋતુ ચાલતી હોવાથી નાઇટ પેટ્રોલીંગ વધારવા ઉપરાંત ચોકે-ચોકે હોમગાર્ડ જવાનોને ગોઠવવા જોઇએ તેવી વ્યાપારી આગેવાનોની પણ પ્રબળ માંગ છે.ગઇકાલે રાત્રે જીનપરા વિસ્તારમાં ભાટીયા શેરીમાં રહેતા વ્યાપારી અગ્રણી પ્રફુલભાઇ મણીલાલ રાજવીરના મકાનને નિશાન બનાવેલ છે. ત્યારબાદ બાજુમાં જ લોહાણ અગ્રણી અશોકભાઇ રામજીભાઇ કોટકના મકાનને નિશાન બનાવી મોટી તસ્કરી કરી હોય તેવુ જાણવા મળી રહ્યું છે. હાલ મકાન માલીક તેમના પુત્ર સીંગાપુર રહેતા હોવાથી ત્યાં આટો દેવા ગયેલ હોવાથી પરત આવ્યા બાદ કેટલી મતાની ચોરી થઇ છે તે જાણવા મળશે જો કે, સાતેક મકાનમાંથી લાખોની મત્તા ગઇ હોવાની શંકા છે.
હાલ ભોગ બનનાર મકાન માલીકોના નિવેદનો નોંધાયા છે. વિધિવત ગુનો રજીસ્ટર કરાયો નથી તેવુ ભોગ બનનાર મકાન માલીકો પાસેથી જાણવા મળી રહ્યું છે.
એમ કહેવાય છે કે, પોલીસના હાથ બહુ લાંબા હોય છે તો શું પોલીસ તસ્કરો સુધી પહોંચી શકશે કે નહીં ? તેવો પ્રશ્ન લોકોમાં પૂછાઇ રહ્યો છે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
