તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ધમધમતી કરવા ૩૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા
ઇજનેર, જનસંપર્ક અધિકારી, કલાર્ક, સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરે જગ્યા પર કરાર આધારિત કામ કરવા ઇચ્છતા ઉમેદવારો અરજી કરે

રાજકોટ, તા., ૯: રાજય સરકારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા મ્યુનિસીપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણેએ (આઇ.એ.એસ.) સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરાવી છે. લીગલ ઓફીસર, સીવીલ, મીકેનીકલ અને ઇલેકટ્રીકલ એન્જીનીયર, પી.આર.ઓ. ટેક્ષ ઇન્સ્પેકટર, કલાર્ક કમ ઓપરેટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરે જગ્યા માટે શૈક્ષણિક લાયકાત અને ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ ૩૯ જગ્યાઓ માટે ૬ માસની મુદતની કરાર આધારીત ભરતી થશે. મહાનગરની સેવામાં જોડાનાર ઉમેદવારને રૂા. ર૦ થી ૩૦ હજાર સુધીનો નિયત પગાર મળવાપાત્ર થશે.
ભરતી અંગેની જાહેરાતમાં જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઇચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.૧૭/૦૨/૨૦૨૫ સુધી મ્યુનિસીપલ કમિશનર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કલેકટર કચેરી પાસે ટાવર રોડ, સુરેન્દ્રનગર જી. સુરેન્દ્રનગર ખાતે ફકત સ્પીડ પોસ્ટ / રજીસ્ટર પોસ્ટથી અથવા રૂબરૂ અથવા Snrmuni.corporation@ gmail.com ઉપર મોકલી આપવાનની રહેશે. દરેક ઉમેદવારે કવર/પરબીડીયા ઉપર જે તે પોસ્ટનું નામ લખવાનું રહેશે. ઉમેદવારે પોતાની અરજી સાથે ઉમેદવારનો બાયોડેટા, શૈક્ષણીક લાયકાતના પ્રમાણપત્રો, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોકયુમેન્ટની સ્વપ્રમાણીત નકલ સાથે રજુ કરવાની રહેશે. ફિકસ પગાર સિવાય અન્ય કોઇ પણ ભથ્થા મળશે નહી. સદરહું ભરતી તદન હંગામી ધોરણે ૬ માસના કરાર આધારીત રહેશે. ૬ માસની મુદત વિત્યા બાદ કામગીરી મુલ્યાંકનના આધારે વધુ પ (પાંચ) માસ માટે મુદત વધારી શકાશે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
