તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
મોરબીના ઉંચી માંડલ પાસે રોંગ સાઇડમાં ધસી આવેલી કારે ઉલાળતાં હોટલ સંચાલકનું મોત
ચામુંડા હોટલવાળા પ્રવિણભાઇ કાલીયા પોતાની બીજી હોટલે બાઇક પર જઇ રહ્યા હતાં ત્યારે બનાવઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુઃ કાર મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૮: મોરબીના ઉંચી માંડલ ગામ નજીક રોંગ સાઇડમાં આવતી કારે બાઇકને ઉલાળી દેતાં હોટેલ સંચાલક પ્રોૈઢનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ ઉંચી માંડલ ગામે રહેતાં અને ચામુંડા નામથી હોટલ ચલાવતાં પ્રવિણભાઇ નાથાભાઇ કાલીયા (ઉ.વ.૫૫) રાતે સાડા દસેક વાગ્યે ઉંચી માંડલમાં આવેલી પોતાની હોટલ ખાતેથી બાઇક હંકારી નજીકમાં આવેલી પોતાની બીજી હોટલ ખાતે જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં નેક્શન સિરામીક પાસે રોંગ સાઇડમાં એક કાર બંબાટ ઝડપે આવતાં પ્રવિણભાઇ બાઇક સહિત ઠોકરે ચડી ગયા હતાં.
અકસ્માત સર્જી ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત પ્રવિણભાઇને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર પ્રવિણભાઇ બે બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
