તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
જામનગરના સિનિયર પત્રકાર જગત રાવલને દુર્ગાધામ પત્રકારત્વ એવોર્ડથી સન્માનિત કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭: બ્રામણોના સંગઠન અને વિકાસ માટે કાર્યરત દુર્ગાધામ સંસ્થા દ્વારા રાજ્યમાં મીડિયા ક્ષેત્રે કાર્યરત બ્રામણ પત્રકારોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાનાર છે જેમાં દેશભરના ૨૫૦૦૦ થી વધુ બ્રામણોની ઉપસ્થિત માં મીડિયા ક્ષેત્રે કાર્યરત રાજ્યના પસંદીદા પત્રકારોનું દુર્ગા એવોર્ડ થી સન્માન થનાર છે.
આ એવોર્ડ માટે જામનગરના સિનિયર પત્રકાર જગત રાવલની ઇલેક્ટ્રોનિક મીડિયા કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે, ઉલ્લેખનીય છેકે જગત રાવલ છેલ્લા ૩૦ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત છે, ફોટો જરનાલિઝમ થી કારકિર્દી શરૂ કરી આજે તેવો ઇલેક્ટ્રોનિક મીડિયામાં કાર્યરત છે, દૂરદર્શન સમાચાર સાથે તેવો ૨૪ વર્ષ થી અને ઓલ ઇન્ડિયા રેડીઓ આકાશવાણી સમાચાર સાથે ૧૭ વર્ષ થી જોડાયેલા છે, જામનગરની અર્થાત ન્યૂઝના તેવો એડિટર પણ છે, જગત રાવલની દુર્ગા એવોર્ડ માટે પસંદગી થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં ઉત્સાહ જોવા મળી રહયો છે.(૩૬-ર)
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
