તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
ગોંડલ શ્રી રમાનાથધામ મંદિરે સોમવારથી ૧૧ મો વાર્ષિક પાટોત્સવ
તા. ૧૦ થી ૧૨ દરમિયાન દરરોજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોઃ ૧૦ મીએ રાત્રે ‘‘ આપણા રાસગરબા'' ૧૧મી એ પદ્મશ્રી, હેમંતભાઇ ચોૈહાણ, મનસુખભાઇ વસોયાનો કાર્યક્રમ

રાજકોટ, તા. ૮: ગોંડલમાં આવેલા ભાવિકોના આસ્થાના પ્રતિક શ્રી રમાનાથધામ મંદિર-સંકુલ, નેશનલ હાઇ-વે ૨૭-બી, ઉમવાડા ચોકડી ગોંડલ ખાતે તા. ૧૦ થી ૧૨ દરમિયાન ૧૧ માંવાર્ષિક પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રમાનાથધામામાં આધશકિત શ્રી અંબાજી માતાજી સહિત પંચદેવની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સ્મૃતિમાં દર વર્ષે પાટોત્સવ નું આયોજન ગોઠવામાં આવે છે આ વર્ષે પણ તા.ઢ ૧૦ ને સોમવારથી તા. ૧૨ ને બુધવાર સુધી ત્રિદિવસીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જે માં અગિયાર યજ્ઞ કુંડ સાથે શતચંડી મહાયજ્ઞ તેમજ સ્મૃતિમંદિરના પ્રાથણમાં સત્સંગ, સંકિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.
શ્રી રમાનાથધામ મંદિર-સંકુલના ૧૧ માં વાર્ષિ પાટોત્સવમાં પ્રથમ દિવસે મહાસુદ તેરસના તા. ૧૦-૨-૨૫ ને સોમવારે પ્રાતઃ પૂજન સ્મૃતિ મંદિરે, પ્રાયヘતિ વિધી, દેશશુધ્ધિ, ગણપતિ પૂજા, સ્વસ્તિ પુજાવાંચન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોનું આહવાન, પૂજા, ગ્રહ શાંતિ, હોમાત્મક શતચંડી પ્રારંભ સાયંપૂજા, આરતી, પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે.
ધ્વીતિય દિવસ મહાસુદ ચોૈદશ તા. ૧૧-૨-૨૫ ને મંગળવારે પ્રાતઃ પૂજન, સ્મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સૂર્ય અર્ધ્ય પૂજન, સ્થાતિપ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, પ્રધાન હોમ અલુ, સાયંપૂજા, આરતી, પ્રાર્થના યોજાશે
તૃતિય દિવસ મહાસુદ પૂનમ તા. ૧૨-૨-૨૫ ને બુધવારે પ્રાતઃ પૂજન સ્મૃતિ મંદિરે, ગણપતિ પૂજન, સ્થાપિત દેવોનું પૂજન, રાજોપચાર પૂજા, યાત્રા સાધન ધ્વજારોહણ, અન્નકુટ દર્શન સવારે ૧૦:૩૦ વાગ્યે સ્થાપિત દેવોનું ઉતર પૂજન, હોમાત્મક શતચંડી યજ્ઞ, પુર્ણાહુતિ થશે. બીડુ હોમવાનો સમય સાંજે ૫ વાગ્યે, મહાપ્રસાદ સાંજે ૫:૩૦ વાગ્યે યોજાશે,
પાટોત્સવનો પ્રારંભ તાઃ ૧૦-૨-૨૫ ને સોમવારે સવારે ૭ વાગ્યે થશે. પાટોત્સવની પૂર્ણાહુતી- તા. ૧૨-૨-૨૫ ને બુધવારે સાંજે પ વાગ્યે થશે. માંગલિક વિધી ઓઓનો સમય સવારે ૭ થી બપોરના ૧૨:૩૦ તથા બપોર ૨:૩૦ થી સાંજના ૭ વાગ્યા સુધી યોજાશે આચાર્ય શાસ્ત્રી ચંપકલાલ ગિરધરલાલ રાજયગુરૂ (ગોંડલ) બિરાજીને વિધીઓ કરાવશે.
તા. ૧૦-૨-૨૫ ને સોમવારે રાત્રીના ૯ થી ૧૨ ‘‘ આપણા રાસ ગરબા'' અંતર્ગત સપ્તક લોકનૃત્ય ગૃપ, આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય ગૃપ પ્રસ્તુતિ ચેતન જેઠવા દ્વારા કરાશે.
તાઃ ૧૧-૨-૨૫ ને મંગળવારે રાત્રીના ૯ થી ૧૨ ‘‘ પદમશ્રી '' હેમંતભાઇ ચોૈહાણ અને હાસ્યની ફોરમ મનસુખભાઇ વસોયાનો કાર્યક્રમ યોજાશે.
વિક્રમ સંવત ૨૦૮૧ ને મહાસુદ તેરસ સોમવાર તાઃ ૧૦ -૨-૨૫ થી મહાસુદ પૂનમ બુધવાર તા.: ૧૨-૨-૨૫ સુધી આયોજીત આ પાટોત્સવમાં સર્વે ભાવિક ભકતજનોને આ ધાર્મિક મહોત્સવમાં પધારવા માટે શ્રી રમાનાથધામ ટ્રસ્ટ- ગોંડલ દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
