<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

ભાણવડમાં સમર્પણ ગુરુકુલમ્‌ જ્ઞાનાર્પણ

વિવિધ સકારાત્‍મક પ્રયોગોથી ધમધમતી પુરુષાર્થ સ્‍કૂલનો ૩રમો પ્રેરકોત્‍સવ સંપન્‍ન

રાજકોટ તા. ૬: ભાણવડમાં એક શૈક્ષણિક સંસ્‍થા એના પ્રાયોગિક અને આધ્‍યાત્‍મિક શિક્ષણના લીધે જેની ખ્‍યાતિ વધી રહી છે. આ સંસ્‍થા નોન કોમર્શિયલ સેલ્‍ફ ફાયનાન્‍સ પ્રાઇવેટ શિક્ષણ સંસ્‍થા છે. આ સંસ્‍થા ઋષિઓના આધ્‍યાત્‍મિક શિક્ષણના કારણે હવે તપોવન સ્‍કીલ શિક્ષણની  શાખામાં ફેરવાઈ રહી છે.

તાજેતરમાં બીજી ફેબ્રુઆરીના આ સંસ્‍થાનો પ્રેરક ઉત્‍સવ ઉજવાઈ ગયો..જેમાં સમણજી(શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમનું ઉદ્ધાટન અને પુરુષાર્થ સ્‍કૂલ ભાણવડ અને તપોવન ઘુમલીનો વાર્ષિક ઉત્‍સવ યદુવંશી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા તપોવન પરિસરમાં મનાવવામાં આવ્‍યો.

આ કાર્યક્રમમાં સમણ શ્રુતપ્રજ્ઞજીએ કહ્યું કે પુરુષાર્થ અને તપોવન સ્‍કૂલ એ કોઈ ધંધાકીય સ્‍કૂલ નથી, પણ સેવાકીય ધોરણે ચાલતી એક પ્રવળત્તિ લક્ષી પ્રાયોગિક સ્‍કૂલ છે. એના લીધે જ ત્રીસથી વધુ વિદેશી દાતાઓ દ્વારા દાં આપવામાં આવ્‍યું છે.

 વિદેશમાં વસતા ભારતીય દાતાઓ થકી તપોવન પરિસરમાં ૩૦ રૂમનું ભવ્‍ય ગુરુકુળનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ ગુરુકુળ સમણ શ્રુતપ્રજ્ઞજીની પ્રેરણાથી નિર્મિત થયું હોવાથી તેનું નામ સમણજી ગુરુકુલમ રાખવામાં આવ્‍યું છે.

સમણજીની પ્રેરણાથી ૩૦ થી વધુ દાતાઓના સહયોગથી સાડા ત્રણ કરોડના ખર્ચે આ ભવ્‍ય અને દિવ્‍ય ચાર માળનું ઉચ્‍ચ ગુણવત્તાવાળું ગુરુકુળ માત્ર પાંચ મહિનામાં ઊભું કરી દેવામાં આવ્‍યું છે. ઉદ્‌ઘાટનમાં ૨૦ થી વધુ વિદેશમાં રહેતા એન. આર. આઈ દાતાઓએ હાજરી આપી હતી.

એકત્રીસ વિશાળ રૂમમાં કુલ ૩૦૦ જેટલી દીકરીઓ આ ગુરુકુલમમાં રહીને સંસ્‍કાર સાધના, અને સેવાના માધ્‍યમથી જીવનનું ઘડતર કરશે. દરેક દાતાઓશ્રીઓ ગુરુકુલમના દિવ્‍ય વાતાવરણથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. એ સૌનો સુર હતો કે અમે જે દાન આપ્‍યું છે, એ અહીંયા ખરેખર સોએ સો ટકા ફળદાય નીવડ્‍યું છે.

આ અવસર એ સમણજીએ ગુરુકુલમનાં નિર્માણમાં જેમનો આર્થિક સહયોગ મળ્‍યો છે એવા દીપ સ્‍તંભોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

જૈન સેન્‍ટર મેમ્‍ફિસઃ અમેરિકા તરફથી અઢાર દાતાઓએ અઢાર  રૂમ માટે અનુદાન આપ્‍યું છે. ત્‍યાનાં જૈન સમાજની અગ્રણી કાર્યકર શ્રીમતી ચંચલા બેન મહેતા ની ઉદાર પ્રેરણાથી દાતાઓએ દિલની વિશાળતાથી દાન આપ્‍યું હતું. એ દાનવીરોના નામ આ પ્રમાણે છે.

 પૂર્ણાબેન અમરભાઈ ગજ્જર : પૂર્ણિમાબેન રમેશભાઈ પુરોહિત : લીનાબેન કમલેશભાઈ પારેખ : ઊર્મિબેન હરીશભાઈ વિસરીયા,  : જયાબેન વિશનજીભાઈ ગાલા, : મીનાબેન નરેન્‍દ્રભાઈ શાહ, પ્રીતિબેન લાલજીભાઈ બક્ષી,  ભારતીબેન કૌશિકભાઈ પરીખ,   માધુરીબેન શાહ,  મીનલબેન નરેન્‍દ્ર ભાઈ શાહ,  ડો. ઇન્‍દુરાની તેજવાની,   નેહા, ડો. જાનકીબેન, પૂર્ણિમાબેન દિપિકાબેન અને દીપાબેન..

ઓસ્‍ટીન, ટેક્‍સાસઃ અમેરિકાના દાતાશ્રીઓ : સોનલ કેતનભાઇ શાહ,   દેવાંગીબેન જીનેશભાઈ ગાંધી,   સોનલબેન નિર્મલભાઇ ખંડેરીયા, પારુલબેન મુકેશભાઈ કામદાર,    વિભાબેન મયુરભાઈ મહેતા,

શિકાગોના દાતાશ્રીઓ બીનાબેન નિલેશભાઈ શાહ,   મીનલબેન જયંતભાઈ શાહ, જ્જ ડો. મોસમીબેન સેજલભાઈ શાહ, દુલારીબેન પરાગભાઈ શાહ,  શેલજાબેન મનીષભાઈ ગાંધી,

કેલિફોર્નિયા અમેરિકાના દાતાશ્રીઓઃ  કિર્તીદાબેન કિરીટભાઈ બાવીસી,  સેફાલીબેન બાબુલભાઈ શેઠ,  ધવલભાઇ શાહ વગેરે

આ ઉપરાંત એટલાન્‍ટાથી સંપૂર્ણાબેન દીપકભાઈ શાહ, મલેશિયાથી ભારતીબેન વિનોદભાઈ મહેતા અને ગુજરાતી એસોસિએશન કુઆલાલંપુર અને જાપાનથી તરુણ ભાઈ અગ્રવાલે અનુદાન આપ્‍યું છે.

ભવ્‍ય જિનાલય માં ત્રણ અને પુરુષાર્થમાં એક મૂર્તિના લાભાર્થી છેઃ જાપાનથી સુનીલ જૈન દ્વારા પાર્શ્વનાથ ભગવાન, સીનસીનાટીથી વિલાસબેન અશ્વિન ભાઈ શાહ દ્વારા પદમાવતી દેવી,  કેલિફોર્નિયા થી કીર્તિદા બેન અને કિરીટ ભાઈ બાવીશી દ્વારા સરસ્‍વતી દેવી અને શિકાગોથી મનીષાબેન હિરેનભાઈ શાહ દ્વારા પુરુષાર્થમાં સરસ્‍વતી દેવીની પ્રતિમા પધરાવવાનો લાભ લીધો હતો. પુરુષાર્થ સ્‍કુલવતી પીસ ઓફ માઈન્‍ડ સંસ્‍થા આ સૌ દાતાઓનો ભાવ પૂર્વક આભાર માને છે.

૨૮૦૦ ની મેદનીનાં વિશાળ કાર્યક્રમમાં પ્રેરક બળ તરીકે ઉપસ્‍થિત પીસ ઓફ માઈન્‍ડનાં પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજીએ કહ્યું હતું કે અધ્‍યાત્‍મ વિના શિક્ષણ અધૂરું છે. આ સંસ્‍થામાં આધ્‍યાત્‍મિકતાની સુંગંધ છે. બરડો ડુંગર જો મને એટલી દિવ્‍ય ઙ્કેરણાઓ આપતો હોય તો આપ તો અહીંના વતની અને કર્મવિરો છો, આપનું કર્તવ્‍ય બને છે કે આ ભૂમિને ફરી અધ્‍યાત્‍મની રાજધાની બનાવીએ અને ત્રિકમ બાપુની ભવિષ્‍ય વાણીને સાર્થક કરીએ.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના માનનીય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્‍થિત રહ્યા હતા અને એમને કહ્યું હતું કે પુરુષાર્થ સ્‍કૂલ બાળકોનું જે રીતે જીવન ઘડતર કરી રહી છે, એવું શિક્ષણ જો બધેય આપવામાં આવે તો રાષ્‍ટ્ર નું ઉત્તમ કાર્ય થાય. આ અવસરે પુરુષાર્થના સંવાહક ટ્રસ્‍ટી શ્રી નરોતમ દાદાએ પોતાનો રાજીપો વ્‍યક્‍ત કર્યો હતો અને આ દિવ્‍ય ગુરુકુલના નિર્માણથી એક આશાનો દીપ પ્રજ્‍વલિત થયો છે, એવો સુર રજૂ કર્યો હતો. આ અવસર એ શિક્ષણવિદ શ્રી કનુભાઈ કરકરે કહ્યું કે સમણજી દ્વારા થઈ રહેલા શિક્ષણના કાર્યથી ભાણવડ ખૂબ લાભાન્‍વિત થઈ રહ્યું છે અને એક સંત જ્‍યારે શિક્ષણનું બીડુ ઝડપે છે ત્‍યારે શિક્ષણમાં અધ્‍યાત્‍મનો પ્રવેશ થાય છે. સમણજીના યોગદાનથી અહીંયા શિક્ષણમાં અધ્‍યાત્‍મની ખુશ્‍બુ આવે છે. પ્રફુલ્લ ભાઈ સેંજલીયાએ પણ રાજીપો વ્‍યક્‍ત કર્યો હતું. કાર્યક્રમનું સૂરમય સંચાલન લોકગાયક માલદે ભાઈ આહિરે કર્યું હતું.

માનનીય મુળુ ભાઈ બેરાને પીસ ઓફ માઈન્‍ડ સંસ્‍થા દ્વારા સમણજીના હસ્‍તે જલ જીવન અમળત એવોર્ડ અર્પણ કરવામાં આવ્‍યો હતો અને પુરુષાર્થના શિક્ષક સાગર ભાઈને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ પીસ ઓફ માઈન્‍ડ, રાજકોટ સંસ્‍થા દ્વારા કીર્તિ ભાઈ દોશીના હાથે અર્પણ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે સંસ્‍થા દ્વારા દરેક જ્ઞાતિના પ્રમુખોની સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ અવસરે ૧૦ વર્ષના વિદ્યાર્થી દેવ બાબરીયા દ્વારા લિખિત મારા પગલાં: મારી સફર નું ટ્રસ્‍ટીશ્રીઓ દ્વારા વિમોચન કરવામાં આવેલ હતું.

અરુણાબેન પ્રદીપભાઈ મહેતા - લંડન, કલ્‍પનાબેન અશ્વિનભાઈ પારેખ - સીનસીનાટી, રંજનબેન પ્રવિણભાઈ શાહ - સીનસીનાટી,

ડો. ચિનુભાઈ પટેલ -અમેરિકા,  હંસાબેન નવનીતભાઈ શાહ - સીનસીનાટી, અમેરિકા, જયશ્રીબેન મહેન્‍દ્રભાઈ શાહ - લંડન દ્વારા પુરુષાર્થ ની દીકરીઓને શિષ્‍ય વળત્તિ આપવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં પુરુષાર્થ અને તપોવનના બાળકોએ અનેક સાહિત્‍ય આધારિત કળતિઓ પ્રસ્‍તુત કરી હતી. જેવી કે અજન્‍મિકા, સાવિત્રીબાઈ ફૂલે ફાતિમા શેઠ, રામચંદ્ર કહ ગઈ શિયા કો, મનુકરનિકાઃ ઝાંસી કી રાની. આ કળતિઓએ

લોકમાનસના ચિત્તને આંદોલિત કરી દીધું હતું અને ભારોભાર પ્રેરણા આપી ગઇ હતી.

આ ભવ્‍ય કાર્યક્રમને સફળ બનાવવામાં સ્‍કૂલના બાળકોએ અને દરેક શિક્ષકોએ દિલથી પરિશ્રમ કર્યો હતો. આર્કિટેક હિરેનભાઈ અને કોન્‍ટ્રાકટર નિતેશ ભાઈની કઠોર મહેનત રંગ લાવી હતી. દક્ષાબેન અને ખુશાલભાઈ શિલ્લુએ નિષ્ઠાથી કાર્યક્રમને દીપાવ્‍યું હતું.

(2:28 PM IST)