<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

જામનગર-ખંભાળીયા હાઇ-વે ઉપર અકસ્માતમાં ૨ના મોતથી અરેરાટી

 

તસ્વીરમાં અકસ્માત બાદ હોસ્પિટલે પોલીસ અને પરિવારજનો નજરે પડે છે(તસ્વીર-કિંજલ કારસરીયા : જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૬: મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં સેજાન વલીભાઈ શેખ, ઉ.વ.ર૦, રે. પટણીવાડ, પીલુડી ફળી વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.પ–ર–ર૦રપ ના ખંભાળીયા, જામનગર હાઈવે રોડ ઉપર જોગવડ પાટીયા પાસે ફરીયાદી સેજાન ના મોટા ભાઈ સોહીલ ઉ.વ.૩ર,  તથા હાજી ઉર્ફે મોસીન ઉ.વ.૩ર વાળા સોહીલની બજાજ મેકસીમાં પીકઅપ લોડીંગ રીક્ષા જેના રજી.નં. જી.જે.૧૦–ટી ઝેડ–૧૮૮૯ માં ટાઈલ્સ ભરી ઉતારવા અર્થે  જતા દરમ્યાન સફેદ કલરની ટાટા હેરીયર કાર જેના રજી.નં. જી.જે.૦૩–એમ બી–૪૦૦૪ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી ફરીયાદી સેજાનનના ભાઈ સોહીલની પીકઅપ રીક્ષા હડફેટે લઈ ઠોકર મારતા તે આગળ રોડના કાંઠા પાસે ટ્રક જેના રજી.નં. જી.જે.૧૦ ટી વાય–૬૬૯પ ના ચાલકે પોતાનો ટ્રક બેદરકારીપુર્વક આવતા જતા વાહનોને અડચણ થાય તે રીતે ઉભો રાખતા ફરીયાદી સેજાનના ભાઈ સોહીલની પીકઅપ રીક્ષા સદર ટ્રકની પાછળ ઘુસી જતા પીકઅપ રીક્ષામાં બેસેલ તથા ડ્રાઈવીંગ કરનાર ફરીયાદી સેજાનના ભાઈ સોહીલ તથા સાથેના ઈસમ હાજી ઉર્ફે મોસીનને શરીરે ગંભીર ઈજાઓ થતા બંન્નેનું મોત નીપજાવતા હેરીયર કાર ચાલક તથા ટ્રક ચાલકે ગુનો કરેલ છે.

ત્રણ અજાણ્યા શખ્સોનો હુમલો

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ દેવશીભાઈ માળીયા, ઉ.વ.૩૬, રે. કાટકોલા ગામ, તા.ભાણવડ, જિ. દ્વારકા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪–ર–ર૦રપના ખોડીયાર કોલોની પુજા ફાસ્ટફુડ પાસે ફરીયાદી પરબતભાઈ તથા તેના મામાનો દિકરો અમીત ગાગલીયા નાસ્તો લેવા ગયેલ હતા ત્યારે નાસ્તો લઈ બહાર નિકળેલ ત્યારે સફેદ કલરની બલેનો કાર તેણે અમીતને ડાબા હાથમાં કાર અડી જતા તેને  ઉભો રાખતા બોલાચાલી થતા કાર માંથી ઉતરેલ ત્રણ અજાણ્યા જેમાં લાંબો માણસ જેના માથે લાંબા વાળ હતા તેણે છરી કાઢી  ત્રણેય ઈસમોએ ગાળા ગાળી કરી બોલચાલી કરી ઢીકાપાટુનો માર મારી તથા ફરીયાદી પરબતભાઈને છરીના બે ઘા થાપાના નીચેના ભાગે મારેલ અને સારવારના સાત ટાંકા આવેલ અને સાહેદને શરીરે મુંઢ ઈજા કરેલ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

મોટરસાયકલ સ્લીપ

થતા વૃધ્ધનું મોત

જામનગર : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે રહેતા ઈશાભાઈ ઓસમાણભાઈ મુંદ્રા, ઉ.વ.પ૩ વાળા એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૪–૧–ર૦રપ ના મરણજનાર અબુભાઈ ઓસમાણભાઈ મુંદ્રા, ઉ.વ.૬પ, રે. ધારાગઢ વાડી વિસ્તાર, તા.ભાણવડ વાળા તેઓનું મોટરસાયકલ સાઈન જેના રજી.નં. જી.જે.૧૦– એ આર–૭૭ર૪ વાળુ લઈને ખંભાળીયાથી બબરઝર ગામ તરફ આવતા હોઈ તે વખતે તેઓની ઉમરના કારણે મોટરસાયકલ કોઈપણ રીતે રોડ પર સ્લીપ થઈ જતા અકસ્માતે પડી જતા તેઓને શરીરે છોલછાલ તથા માથામા હેમરેજની ઈજા થતા બેભાન થયેલ અને સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

કબુતર પકડવા ચડેલ યુવાનને શોર્ટ લાગતા મોત

જામનગર : અહીં ગોકુળનગર, શીવનગર કોળી સમાજની વાડી પાસે રહેતા મંગુબેન ભાણજીભાઈ ગુજરીયા, ઉ.વ.૪ર એ સીટી ઁસીઁ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.પ–ર–ર૦રપના મરણજનાર શનિ ભાણજીભાઈ ગુજરીયા, ઉ.વ.રર વાળા ઉધોગમાં પટેલ એકસેસ માં કારખાનાની બાજુમાં આવેલ ટીસી પર કબુતર લેવા માટે ચડેલ હતો ત્યાંથી તેને ઈલેકટ્રીક શોર્ટ લાગતા નીચે પડેલ અને મરણ થયેલ છે.

(1:49 PM IST)