તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
જામનગર ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણત્રીનો પ્રારંભ

જામનગરઃ જામનગરના વિશ્વ વિખ્યાત અને રામસર સાઇટ એવા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ખાતે વન વિભાગ દ્વારા આજથી બે દિવસીય પક્ષી ગણત્રીનો પ્રારંભ થયેલ છે. આ ગણત્રીમાં જામનગરના પ૦ જેટલા પક્ષીવિદો, વાઇલ્ડ ફોટોગ્રાફરો, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ૧૧ જેટલી ટીમો પાર્ટ-૧-ર અને આસપાસના સંલગ્ન વિસ્તારોને આ ગણત્રીમાં આવરી લેવાશે. આજ તા. ૬ ને બપોરથી આવતીકાલ તા. ૭ના બપોર સુધી ખીજડીયા પક્ષી અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે તેમ આર.એફ.ઓ. દક્ષાબેન વઘાસીયાએ જણાવેલ છે. (તસ્વીરઃ ગુંજ વિશ્વાસ ઠકકર)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
