તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
મોરબી રાતાવીરડાના પ્રોઢ મોન્ટુ સહાની પર ઢુવા રોડ પર હુમલો
મુળ બિહારના વતની મજૂરીએ ગયા ત્યારે અજાણ્યા શખ્સોએ ગાળો દઇ ફટકાર્યાઃ ગંભીર ઇજા

રાજકોટ તા. ૬: મોરબીના રાતાવીરડા ગામે કેપ્ટાઇલ સિરામીક નજીક રહેતાં મુળ બિહારના મોન્ટુભાઇ મહીન્દર સહાની (ઉ.વ.૫૦) રાતે દસેક વાગ્યે ઢુવા રોડ માટેલ રોડ નજીક ભવાની કાંટા પાસે સિરામીકમાં મજૂરીએ ગયા હતાં ત્યારે બહાર કોઇ અજાણ્યા શખ્સોએ ગાળો દઇ હુમલો કરી ધોકા કે બીજા કોઇ પદાર્થથી બેફામ માર મારતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
મોન્ટુભાઇ અર્ધબેભાન પડયા હોઇ કોઇએ પોલીસને અને ૧૦૮ને જાણ કરી હતી. બાદમાં તેની પાસેના ફોનને આધારે સગાને જાણ થઇ હતી. ગાળો બોલવાની ના પાડતાં અજાણ્યાઓએ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઇ છે
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
