તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
છત્તરમાં સોલાર ફીટ કરતી વખતે ૪૦ ફુટ ઉંચાઇથી પટકાતાં જુનેદનું મોત
અમદાવાદથી યુવાન ફીટીંગ કામ માટે આવ્યો હતોઃ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૬: ટંકારાના છત્તર ગામે ફેક્ટરીમાં સોલાર ફીટીંગ વખતે ચાલીસેક ફુટની ઉંચાઇએથી પટકાતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ અમદાવાદ હરણવાડી પોળ ખડીયા વિસ્તારમાં રહેતો જુનેદભાઇ નુરમોહમદ શેખ (ઉ.વ.૩૭) ગઇકાલે સાંજે છત્તર ગામે આવેલી શ્રીરામ ફેક્ટરીમાં બીજા કારીગરો સાથે સોલાર ફીટીંગના કામ માટે આવ્યો હતો. અહિ તે ચાલીસેક ફુટની ઉંચાઇ પર કામ કરી રહ્યો હતો તે વખતે ફાઇબરનું સ્ટેન્ડ હોઇ તેના પર પગ મુકાઇ જતાં સ્ટેન્ડ ખસી જતાં નીચે પટકાતાં ગંભીર ઇજાઓ થઇ હતી.
તેને અર્ધબેભાન હાલતમાં ટંકારા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામનાર જુનેદભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં વચેટ હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ ટંકારા પોલીસને જાણ કરી હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
