તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
ભાવનગર નજીક બોલેરો અથડાતાં કંટાળાના બાઈક ચાલકનું મોત
બંને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલકનું મસ્તક ધડથી અલગ થઈ ૭૨ ફૂટ દૂર પડયું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬ :... ભાવનગરના તણસા ગામ નજીક બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક કંટાળા ગામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનું મસ્તક ધડથી અલગ થઈને ૭૨ ફૂટ જેટલું દૂર પડ્યું હતું.
કાળજું કંપાવે તેવી અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલ તણસા ગામ નજીક પુલ ઉપર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ બોલેરો નં.જી.જે.૦૪ - એ.ડબલ્યુ. - ૬૦૦૯ અને બાઈક નં.જી.જે.૦૧ ૪૭૨૬ વચ્ચે જોરદાર અકસ્માત થતા બાઈક ચાલક કંટાળા ગામના યુવાન નાથાભાઈ શામજીભાઈ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.બંને વાહનો વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક નાથાભાઈ પરમારનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું અને બનાવથી ૭૨ ફૂટ દૂર ફંગોળાઈને પડયું હતું.આ ઘટનામાં બોલેરો અને બાઈકને પણ નુકસાન થયું હતું.
આ બનાવની જાણ થતાં ઘોઘા પોલીસ, ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘોઘા પોલીસે બાઈક ચાલક યુવાનના મળતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
