<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

વિંછીયામાં પુત્રીના લગ્નની અનોખી ઉજવણી:ગરીબ પરિવારને મકાન અને દુકાન બનાવી આપી સમાજને નવો રાહ ચીંધ્યો

વિછીયા તાલુકા કોળી સમાજના પ્રમુખ વિનોદભાઈ વાલાણીની દાતારી;વર-વધુ એ લગ્નના ચાર ફેરા ફરતા પહેલા ગામના જ પરિવારને મકાન અને રોજી રોટી માટે દુકાન ભેટ આપી પ્રસંગને ઉજળો કર્યો:નવ યુવાનોને અનોખો રાહ ચિંઘતા ચોમેરથી પ્રશંસા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.6 આજના યુગમાં લગ્ન પાછળ લખલુંટ ખર્ચ કરી દેખાદેખી કરતા પરિવારોને અને નવયુગલોને વિછીયાના વિનોદભાઈ વાલાણીએ તેમની પુત્રીના લગ્ન પ્રસંગને અનોખી ઉજવણી કરી સમાજને પ્રેરણા મળે એ માટે વિંછીયાના જ એક ગરીબ પરિવારને નવું મકાન અને રોજી રોટી માટે દુકાન બનાવી આપી માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજને નવો રાહ ચીંધ્યો છે.

 

"સર્વજન સુખાય સર્વ જન હિતાય" ના સૂત્રને વરેલા અને નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજના હિત માટે હંમેશા અગ્રેસર રહેતા વિનોદભાઈ વાલાણીએ પોતાની લાડકવાઈ દીકરીના લગ્ન પ્રસંગે ગરીબ અને નોંધારા પરિવારને નવું મકાન અને દુકાન બનાવી આપ્યું હતું. 

 

આ અંગે વિનોદભાઈ વાલાણીએ ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે મારી દીકરીના લગ્ન પ્રસંગે ઈશ્વરના આશીર્વાદ અને મારા પરિવારના પ્રેરણાદાયી વિચારોના ફળ સ્વરૂપ મારી પરસેવાની કમાણીથી ગરીબ પરિવારોને કંઈક આપવાનું અને નવું કરવાની મારા પરિવાર મને હંમેશા પ્રેરણા આપી છે.

 

ગરીબ પરિવારને જીવનમાં ત્રણ વસ્તુ ની જરૂરિયાત હોય છે રોટી,કપડા અને મકાન વિછીયામાં અત્યંત નિરાધાર એવા મશરૂભાઈ ખેંગારભાઈ દેવીપુજકની વેદના અને કફોડી હાલત જોઈ પાંચાલના રીયલ હીરો અને લોક સેવાની મૂડી એવા વિનોદભાઈ વાલાણીને આ દેવીપુજક પરિવાર પ્રત્યે સંવેદના જાગી વિછીયાના ઉગમણી બારી વિસ્તારમાં રહેતા આ પરિવારને રહેવા પાકુ મકાન હતું નહીં આ દરમિયાન પુત્રીના લગ્નનું પણ નક્કી થતાં દીકરીના લગ્નને યાદગાર બનાવવા મે મારા પરીવારને વાત કરી આપણે લઞનમાં વઘુ આડંબર ના કરી આ ઞરાબ પરિવારને મકાન અને દુકાન બનાવિ આપીયે તો કેમ ?પરિવાર અને દિકરી પણ રાજી થઈ ઞયા અને લઆ શુભ દિને દેવીપુુક પરિવારને મકાન બનાવી આપ્યું સાથોસાથ રોજી રોટી કમાઈ શકે તે માટે એક દુકાન પણ બનાવી આપી.

 

આવા ઉમદા કાર્ય માટે વિનોદભાઈ વાલાણીને અને તેમના પરિવારને ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે આ પરિવારને નવદંપત્તિએ ચોરીના ચાર ફેરા ફર્યા પહેલા મકાન અને દુકાન અર્પણ કરતા ઉપસ્થિત અનેક લોકો વિનોદભાઈના માનવતાના આ કાર્યની પ્રસન્સા કરી હતીવ

 

ઉલ્લેખની છે કે પાંચાળ પ્રદેશના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં વસતા સામાન્ય પરિવારોમાં સહાયરૂપ થવું,આર્થિક નબળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ,વ્યસન મુક્તિ અભિયાન, સ્વચ્છતા અભિયાન,સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ,તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ જેવા અનેક કાર્યો વિનોદભાઈ વાલાણી સતત કરી રહ્યા છે.

 

પાંચાલ પ્રદેશના યુવાનોમાં ભરેલા કૌશલ્યને બહાર લાવવા માટે વિવિધ પ્રોગ્રામો થકી પાંચાલની સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરી સરકાર અને પ્રજા વચ્ચે કડીરૂપ બની ગ્રામ વિસ્તારના આમ આદમીઓના પ્રશ્નોને વિનોદભાઈ સરકારમાં સકારાત્મક રજૂઆત કરી નિરાકરણ લાવવા બાળપણથી જ સંકળાયેલા છે.

 

વેદના,સંવેદના,મહેક અને મૂલ્યોનો સતત ખ્યાલ રાખતા વિનોદભાઈ વાલાણીની કાર્યપદ્ધતિથી પ્રભાવિત થઈ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ વિનોદભાઈને સમાજ ગૌરવ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા વિનોદભાઈ પાંચાળ પ્રદેશની વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાય પક્ષા-પક્ષીથી દૂર રહી નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરી રહ્યા છે વિનોદભાઈના આવા સરાહની અને સમાજને બોધપાઠ અને નવો રાહ ચિંધનાર તેમના માનવતાના આ પગલાથી પરિવાર ઉપર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(10:24 AM IST)