News of Thursday, 6th February 2025
પોરબંદરની તુફાન ગાડી મહાકુંભ મેળામાંથી ચોરાઇ ગઇ
પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં ૧૦ મિત્રો સ્નાન કરીને ૩ કલાકમાં પરત આવ્યા ત્યારે પાર્કીંગમાં ગાડી નહોતીઃ ગાડીમાં એક લાખની રોકડ, નવા કપડા અને સામાન હતોઃ પોલીસ ફરિયાદ કરવા ગયા તો જવાબ મળ્યો મળશે તો જાણ કરીશું..!!

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬: સુભાષનગરમાં રહેતા ૧૦ મિત્રો મહાકુંભ મેળામાં પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગયા ત્યારે મિત્રોએ પોરબંદરથી ભાડે કરેલી તુફાન ગાડી પાર્કીગમાંથી ચોરી થઇ ગઇ હતી.
ચોરી થઇ ગયેલી તુફાન ગાડીમાં એક લાખ જેટલી રોકડ, નવા કપડા અને ટ્રાવેલીંગ સામાન હતો પોરબંદરના ૧૦ મિત્રો તુફાન ગાડીને પાર્કીગમાં રાખીને પ્રયાગરાજ ત્રિવેણી સંગમમા સ્નાન કરીને ૩ કલાકમાં પરત આવ્યા ત્યારે પાર્કીંગમાં તુફાન ગાડી જોવા નહીં મળતા મુંઝવણમાં મુકાય ગયા હતાં.
તુફાન ગાડીની ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશને કરવા ગયા તો જવાબ આપ્યો કે ગુમ થયેલી તુફાન ગાડી મળશે તો તમોને જાણ કરીશું. પોલીસ સ્ટેશનથી આવા જવાબથી ૧૦ મિત્રોને સંતોષ થયો ન હોતો અને પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જતા તેઓ હેરાનગતિમાં મુકાય ગયા હતાં.(૬.ર)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
