<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

પોરબંદરના ખાવટમાં મેગા ડીમોલેશનઃ બુલડોઝર ફેરવીને કરોડોની સરકારી જમીનો ખૂલ્લી કરી

(પરેશ પારેખ દ્વાર) પોરબંદર તા.૬: નજીકના ખાવટ વિસ્‍તારમાં તંત્ર દ્વારા મેગા ડીમોલેશનમાં બુલડોઝર ફેરવીને પેશકદમી  સરકારી કિંમતી જમીનોને ખૂલ્લી કરવામાં આવી હતી  આ ખૂલ્લી કરેલી જમીનોની આશરે કિંમત ૫ કરોડ ઉપર થાય છે.

ખાવટમાં સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણો સ્‍વેચ્‍છાએ દુર કરવા તંત્ર દ્વારા અનેક વખત નોટીસો અપાઇ હતી.

છતાં દબાણ કરનારાઓએ આવી નોટીસોને ગણકારી નહોતી ત્‍યારબાદ તંત્ર દ્વારા પ્રતિ અધિકારી મામલતદાર અને પોલીસની હાજરીમાં સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવીને પેશકદમી દુર કરીને રૂા. ૫૦૦,૧૧૦૦૦ જમીનો ખૂલ્લી કરી હતી.

ગેરકાયદે દબાણ કર્તાઓએ સરકારી જમીનો ઉપર ગેરકાયદે વંડા વાળી લીધા હતા જેના ઉપર તંત્રએ બુલડોઝર ફેરવીને દુર કર્યા હતા.

(10:13 AM IST)