તા. ૪ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૭ શુક્રવાર
News of Sunday, 2nd February 2025
મોરબીના ગાળા ગામની સીમમાંથી દેશી જામગરી બંદુક સાથે એક ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાંથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે પોલીસે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાળા ગામની સીમમાં ગાળા-પાવડીયારી રોડ પર ગાળા ગામના પુલ પાસે એક ઇસમ દેશી હથિયાર સાથે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર રેડ કરી હતી અને ગાળા ગામના પુલ પાસેથી આરોપી સિકંદર ઉર્ફે સિકલો કાસમ સંધવાણી (ઉ.વ.૪૨) રહે માળિયા (મી.) વાળાને દેશી બનાવટની જામગરી બંદુક નંગ 01 કીમત રૂ ૨૦૦૦ સાથે ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
