તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
માધુપુર નજીક મોટા જહાજની ટક્કરથી ફિશિંગ હોડી તૂટી ગઈ : દરિયામાં ડૂબતા ત્રણ માછીમારોનો બચાવ: લાખોનું નુકસાન
વેરાવળના જાલેશ્વર વિસ્તારમાંથી માછીમારી માટે ગયેલી ફિશિંગ હોડીને અરબી સમુદ્રમાં મોટા જહાજે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો

વેરાવળના જાલેશ્વર વિસ્તારમાંથી માછીમારી માટે ગયેલી એક ફિશિંગ હોડીને અરબી સમુદ્રમાં મોટા જહાજે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આજે સવારે આઠ વાગ્યાના સુમારે માધુપુર નજીકના દરિયામાં બનેલી આ ઘટનામાં IND GJ 32 MD 6578 નંબરની ફિશિંગ હોડી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી
હોડીમાં સવાર બાબા કબીર ઢોકી, સાહિલ સુલેમાન ઢોકી અને મોહસીન બાપુ નામના ત્રણેય માછીમારો દરિયામાં ડૂબવા લાગ્યા હતા. સદભાગ્યે, નજીકમાં રહેલી અન્ય ફિશિંગ હોડીના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ત્રણેય માછીમારોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બારગામ મુસ્લિમ મછીયારા સમાજના પ્રમુખ યુસુફ સુલેમાન ભેંસલીયાના જણાવ્યા મુજબ, મહાકાય જહાજની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો. હોડીના માલિક કબીર અબ્દુલ્લા ઢોકીને હોડી સંપૂર્ણપણે તૂટી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
માછીમાર સમુદાયમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની માંગ છે કે મોટા જહાજોની બેદરકારીથી વારંવાર થતા આવા અકસ્માતો રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે. નાના માછીમારોની આજીવિકા અને જીવન જોખમમાં મૂકાતા હોવાથી યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
