<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

સુરેન્દ્રનગરના મૂળી-ડોળિયા હાઈવે પર ભાડુકા ગામના રોડ પર દ્વારકા પોલીસની વાન મંદિરની દિવાલમાં ઘૂસી ગઈ

મોડી રાત્રે જે કાર ચોટીલાથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. ત્યારે કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયોઃ કારચાલકને સામાન્ય ઈજા થતાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયો

સુરેન્‍દ્રનગરઃ સુરેન્દ્રનગરના મૂળી-ડોળિયા હાઈવે પર ભાડુકા ગામના રોડ પર દ્વારકા પોલીસની વાનને અકસ્માત નડ્યો હતો. દ્વારકા પોલીસની વાન ભાડુકા ગામના પાટિયા પાસે આવેલા માતાજીના મંદિરમાં ઘૂસી ગઈ મોડી ગઈ હતી. પોલીસ વાહનચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. કારચાલકને સામાન્ય ઈજા થતાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
મળતી વિગત મુજબ, રાત્રિના સમયે મંદિરની દિવાલ તોડી પોલીસવાન મંદિરમાં ઘૂસી જતા અકસ્માત થયો હો. પોલીસવાનના ચાલકે સામાન્ય ઈજાઓ પહોંચી અને મૂળી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના હોમગાર્ડ વિભાગની આ કાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મોડી રાત્રે જે કાર ચોટીલાથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી. ત્યારે કારચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ભાડુકા ગામના બોર્ડ પાસે જે મેલડી માતાજીનું મંદિર આવેલું છે તેની દિવાલ તોડી કાર મંદિરમાં ઘૂસી ગઈ હતી. ગત મોડી રાતનો સમય હોવાના કારણે કોઈ દર્શનાર્થી હોતા નહીં જેના કારણે અને મોટી જાનહાની ટળી છે. જ્યારે કારચાલકને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની હાલ પોલીસ પાસેથી પ્રાથમિક માહિતી મળી છે.

(12:32 PM IST)