<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd February 2025

અમરેલીના રાજુલામાં ત્રિપલ ગોઝારો અકસ્માતઃ ત્રણ બાઇક જોરદાર અથડાયાઃ ર લોકોનું ઘટનાસ્‍થળે જ કમકમાટી ભર્યુ મોતઃ ૪ ને ગંભીર ઇજા

એક બાઈક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને ઘટના મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમરેલીઃ  અમરેલીના રાજુલામાં ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ બાઈક વચ્ચે ગંભીર ટક્કર થતાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના મામલે પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલીના રાજુલાના બારપટોળી ગામ નજીક ત્રણ બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતની ઘટનાને પગલે રાજુલા પોલીસ ઘટના સ્થળે આવી હતી. જ્યારે સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની આ ઘટનામાં એક બાઈક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને ઘટના મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:31 PM IST)