તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd February 2025
બગસરામાં જુની અદાવતનો ખાર રાખી ત્રણ યુવાનો પર ૪ શખ્સો તૂટી પડ્યા
ધોકા છરી સહિતના હથિયારોથી હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

બગસરાઃ બગસરાના હુડકોપરા દાડમાદાદાના મંદિર નજીકઝઘડો થયો હતો.જેમાં દીપ રમેશભાઈ ઉનાવા નામના ઓગણીસ વર્ષીય યુવાનની સાથે અગાઉના ઝઘડાનો ખાર રાખી વસીમ ઈકલાબલ શાહમદાર અને અલફાઝ ઈકબાલ શાહમદારે યુવકને ગાળો ભાંડી માર માર્યો હતો. આ પછી આફતાબ રહીમભાઈ અને અરમાન કાળુભાઈ શાહમદારે આવી આજ યુવાનને માર માર્યો હતો. વળી અગાઉ એક વર્ષ પહેલાના ઝઘડાનો ખાર રાખીને સુરેશ પર હુમલો કરી છરી વડે ઈજા કરી હતી તેમજ હર્ષ નામના યુવાનને છરીના છરકાં કર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવના પગલે બગસરા પોલીસ મથકમાં ત્રણે ય યુવાને ધોરણસરની ફરિયાદ નોંધી છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
