<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

કચ્છની રાપર નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજુ કરાયા : કચ્છના વાગડ વિસ્તારમાં હાલ રાપર ભચાઉ શહેરમાં નગરપાલિકાની ચુંટણી નો માહોલ જામ્યો

અંજાર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી તથા રાપર મામલતદાર એચ.બી.વાઘેલા સમક્ષ કોગ્રેસ દ્વારા પાંચ વોર્ડ માટે અગિયાર ઉમેદવારી પત્રો રજૂ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છના વાગડ વિસ્તારમાં હાલ રાપર ભચાઉ શહેરમાં નગરપાલિકાની ચુંટણી નો માહોલ જામ્યો છે. ત્યારે આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી તથા રાપર મામલતદાર એચ.બી.વાઘેલા સમક્ષ કોગ્રેસ દ્વારા પાંચ વોર્ડ માટે અગિયાર ઉમેદવારી પત્રો રજૂ કરવા મા આવ્યા હતા. આ સમયે કોગ્રેસ આગેવાન ભચુભાઇ આરેઠીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઇ સોલંકી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ, રાજુભાઈ ચૌધરી, મિતુલ મોરબીયા, પ્રકાશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી, મામલતદાર એચ.બી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર રવાજી જાડેજા કે.સી.સુથાર, શિરસ્તેદાર, પ્રાંત કચેરી, તથા નાયબ મામલતદાર એસ.એસ.રાજપુત, મહેશ ઠક્કર બી.આર.જાડેજા, વી.એ.મહેશ્વરી,  ગીરીશભાઇ પ્રજાપતિ,  એસ.બી.ઘાસુરા,  વી.જે.રબારી,  વી.એ.ચીભડીયા, 

 એસ.એન.પટેલ,  પી.જે.સોનગરા,  જે.એચ.ચૌઘરી, મેહુલભાઇ દવે, 

 બી.પી.પરાલિયા એસ.કે.જાદવ કે.બી.મારવાડા મહેશ સુથાર વિગેરે એ કામગીરી કરી હતી. આમ રાપર નગરપાલિકા મા દિવસે દિવસે રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે.

(3:44 PM IST)