News of Thursday, 30th January 2025
વડિયામાં યુવતિએ કાંડા ઉપર બ્લેડ મારી ડેમમાં પડી જતા મોત
ધુની મગજની હોવાના કારણે પગલું ભર્યાનું પિતાએ જાહેર કર્યુ

અમરેલી, તા.૩૦: વડિયા ખાખરીયા નાકા પાસે રહેતી દયાબેન ભીખાભાઈ મકવાણા ઉ.વ.૨૨ તા. ૨૮-૧ ના સાંજના પાંચેક વાગ્યે ધુની મગજના કારણે સુરવો ડેમ જઈ પોતાના બંને હાથના કાંડા ઉપર બ્લેડો મારી ઈજાઓ કરી પોતાની મેળે ડેમમાં પડી જતા ડુબી જવાથી મોત નિપજયાનું પિતા ભીખાભાઈ હીરાભાઈ મકવાણાએ વડિયા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
સાવરકુંડલા યાર્ડમાં વાહનચાલક ઉપર હુમલો
સાવરકુંડલા ખાદી કાર્યાલય ઘાસના ગોડાઉન પાછળ રહેતા અરમાનભાઈ દિલાવરભાઈ બેલીમ ઉ.વ. ૨૪ પીઠવડીથી શીંગની ખાલી ગાડી લઈને સાવર કુંડલા માર્કેટીંગયાર્ડ ખાતે પહોંચેલ હતા.ત્યારે સાવરકુંડલાના શબ્બીર સીકંદરભાઈ જાદવ તથા સીરાજ સીકંદરભાઈ જાદવએ ગાળો બોલી માર મારેલ. અને બરડાના પાછળના ભાગે ઈંટ મારેલ.સીરાજે છરી વડે ડાબી આંખના નેણના ભાગે મારમારી ટાંકા લાવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની સાવરકુંડલા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
