તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
વિસાવદર કોર્ટમાં દેશભક્તિના ગીતો સાથે સાંસ્કળતિક કાર્યક્રમો યોજાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૩૦ : સિવિલ કોર્ટ ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય સિવિલ જજ એસ.એસ. ત્રિવેદી દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે બાર એસોસિયન વિસાવદરના પ્રમુખ નિતેશભાઇ દવે તથા બાર એસોસિએશનના સિનિયર મેમ્બર દિનેશભાઈ શાહ, ભાસ્કરભાઈ જોશી, રાજુભાઈ દવે તથા તમામ બારના સદસ્યો ઉપસ્થિત રહેલા હતા.
નિવળત શિક્ષક નાગજીભાઈ પરમારનુ દેશભક્તિ તથા દેશપ્રેમ જોઈ તેમનું સન્માન કરવામાં આવેલ હતું કોર્ટમાં છેલ્લા ઘણા વર્ષોથી કન્સીલેટર તરીકે સેવા આપતા ત્રણ શ્રેષ્ઠીઓ રસુલભાઈ હીરાણી ઉંમર વર્ષ-૧૦૪ , ત્રંબકભાઈ રાણીંગા તથા ધીરુભાઈ રીબડીયાનું પણ સન્માનપત્રો આપી સન્માન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમ દરમિયાન રાધિકા પ્રાથમિક શાળા, મોણિયાના વિદ્યાર્થીગણ દ્વારા સ્વાગત ગીત તથા દેશભક્તિના ગીતો અને બંધારણ વિશેની માહિતી આપેલ હતી અને વિસાવદર બાર એસોસિએશન દ્વારા તેમને પુરસ્કારો આપવામાં આવેલ હતા.
એડવોકેટ શરદભાઈ જોશી દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવેલ હતા. ધનાભાઈ સિંનરોજા દ્વારા પણ દેશભક્તિના વિવિધ ગીતો રજૂ કરવામાં આવેલ હતા આ સમયે શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિસાવદર બાર એસોસિએશનના સેક્રેટરી અશ્વિનભાઈ દુધરેજીયાએ કરેલું હતું.
વિસાવદરના એડવોકેટસ્ સમીરભાઈ પટેલ, નયનભાઈ જોશી, હરેશભાઈ સાવલિયા, અતુલભાઇ દવે, વિજયભાઈ જેઠવા, ઉદયભાઇ દાહીમાં,હુસેનભાઈ હિરાણી,હુસેનભાઈ વાદ્ય, અરવિંદભાઈ ઠાકોર સહિતના બાર એસોસિએશનના તમામ સદસ્યો હાજર રહેલા હતા.વિસાવદર કોર્ટના ચંદુભાઈ ભટ્ટી સહિત તમામ સ્ટાફે આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
