તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
જામનગર જિલ્લાના લાલપુરના મોટા લખિયા ગામમાં વીજ ચેકિંગ દરમિયાન મીની ઓઇલ મીલ માંથી રૂપિયા ૬૭.૮૩ લાખની વીજ ચોરી ઝડપાઈ
યદુનંદન મીની ઓઇલ મીલમાં ચેકિંગ હાથ ધરતાં વીજ ગ્રાહક દ્વારા વિજ થાંભલા માંથી ડાયરેક્ટ લંગરીયું વીઆઇએન જોડાણ મેળવીને ૨૦ મીટર લાંબો વાયર મીની ઓઇલ મીલની અંદર ખેંચી વીજ ચોરી કરવામાં આવતી હતી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૩૦ : જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઈવ દરમિયાન ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખિયા ગામમાં આવેલી એક મીની ઓઇલ માં થી ૬૭.૮૩ લાખની મોટી વીજ ચોરી પકડી પાડવામાં આવી છે, અને મીની ઓઇલ મિલના સંચાલક સામે વીજ પોલિસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
પીજીવીસીએલની ટુકડી દ્વારા ગઈકાલે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન મોડપર પાટિયા પાસે મેઇન રોડ પર આવેલી યદુનંદન મીની ઓઇલ મીલમાં ચેકિંગ હાથ ધરતાં તે વીજ ગ્રાહક દ્વારા વિજ થાંભલા માંથી ડાયરેક્ટ લંગરીયું વીઆઇએન જોડાણ મેળવીને ૨૦ મીટર લાંબો વાયર મીની ઓઇલ મીલની અંદર ખેંચી વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
તેથી ઓઇલ મિલ ના માલિક ધરણાત નારણભાઈ કરમુર સામે જામનગરના વીજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેને ૬૭,૮૩,૩૩૭.૮૭ અને કંપાઉંડ ઇન્ચાર્જના ૬,૪૮,૦૦૦ નું પુરવણી બિલ આપવામાં આવ્યું છે. તેમજ તેની ઓઇલ મિલ માંથી ગેરકાયદેસર વિજ વાયર તથા મીટર વગેરે ઉતારી લેવામાં આવ્યા છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
