<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

કાલે ધોરાજીના તોરણીયા નકલંકધામ બીજમહોત્‍સવ ઉજવાશે

પુ. રાજેન્‍દ્રદાસ બાપુના સાનિધ્‍યમાં ધ્‍વજારોહણ બટુક ભોજન મહાઆરતી રાત્રે સંતવાણીનું આયોજન

(વિનુ જોષી દ્વારા)   જૂનાગઢ તા. ૩૦: ધોરાજી નજીક આવેલ  તોરણીયા નકલંકધામ સંતશ્રી સેવાદાસ બાપાઆશ્રમ ખાતે તા. ૩૧ ને શુક્રવારના રોજ મહાબીજ મહોત્‍સવની ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં સવારે ૯ કલાકે ધ્‍વજા પુજન બાદ આરોહણ કરાશે ત્‍યારબાદ બટુક ભોજન સમુહપ્રસાદ સાંજે ૭ કલાકે મહાઆરતી અને રાત્રે ૯/૩૦ કલાકે સંતવાણીના કાર્યક્રમમાં રામદાસ ગોંડલીયા શેલેષ મહારાજ પરસોતમપરી બાપુ બિરજુ બારોટ ગોપાલ સાધુ જીજ્ઞેશ બારોટ સહિતના કલાકારો જમાવટ કરશે અને સ્‍ટેજનું સંચાલન પોપટભાઇ માલધારી કરશે આ અવસરે ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા પુ. રાજેન્‍દ્રદાસ બાપુ એ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(2:20 PM IST)