તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th January 2025
ટંકારા તાલુકાના લજાઈ ગામની ઓચિંતી મુલાકાતે જીલ્લા કલેકટર કે.બી. ઝવેરી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રા.શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્ર, ગ્રામ પંચાયત અને વ્યાજબી ભાવની દુકાનની કરી તપાસ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૩૦ : મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર નાગરિકોના પ્રશ્નો માટે સતત ચિંતિત રહે છે. વિવિધ વિભાગના અધિકારીગણ દ્વારા ગામડાઓમાં જઈને લોકો સાથે રૂબરૂ મુલાકાતો લેતા હોય છે. ગ્રામસભામાં પણ અધિકારીઓ ઉપસ્થિત રહેતા હોય છે અને ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયાસો થતા રહે છે. તાજેતરમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આકસ્મિક તપાસણી કરવા પહોચ્યા હતા.
તેઓએ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી સ્ટાફ બાબતે સમીક્ષા કરી અને હાજર રહેલ દર્દીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત કલેકટરએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિવિધ કામગીરીઓની તપાસણી કરી અને શાળા, આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ ત્યાંની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ ગ્રામ પંચાયત ઓફિસ, વ્યાજબી ભાવની દુકાનની મુલાકાત લેવામાં હતી અને ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. તેમજ તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
