<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

આ..લે..લે નશાબંધી વચ્ચે કચ્છમાં સરકારી તબીબ નશાની હાલતમાં ઝડપાયા

પોલીસે ઘડુલી પીએચસીના આયુષ મેડિકલ ઓફિસર કલ્પેશ નટવરલાલ રાઠોડ સામે ગુનો નોંધ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  સરહદી કચ્છ જિલ્લામાં નશાબંધીને પડકાર ફેંકતા બુટલેગરોના ઝડપાતા દારૂના જથ્થા વચ્ચે સરકારી તબીબ ટલ્લી અવસ્થામાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. 

        કચ્છના લખપત તા.ના ધડુલી ગામે પીએચસી માં ફરજ બજાવતા આયુષ મેડિકલ ઓફિસર કલ્પેશ નટવરલાલ રાઠોડ (ઉ.૨૮ મૂળ અમદાવાદ, માંડલ) દવાખાના પાસે કેફી પીણું પીધેલી હાલતમાં મળતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:32 AM IST)