તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ચેકીંગ ડ્રાઇવઃ ૨૬૪ કેસો કરી ૧,૩૨૦૦૦ નો દંડ વસુલ્યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૯: પી આઇ એચ કે હુંબલ દ્વારા ઉપમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિમાસની થીમ પરવાહુ (સીએઆરઇ) અંતર્ગત જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચના અન્વયે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સીટીના ડીવાયએસપી હિતેષ ધોધલ્યા દ્વારા પાંચ ટીમો બનાવી સરકારી કચેરીઓએ ફરજના સ્થળે આવજા સમયે દ્વિચક્રી વ્હીકલનો ઉપયોગ દરમ્યાન હેલ્મેટ ફરજીયાત પહેરવા સમજ કરી અને ભંગ કરનાર સામે કાયદાકીય રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવે.
પોલીસ ઇન્સ એચ કે હુંબલએ જણાવ્યું હતું કે જિલ્લાની કચેરી જેવી કે જિલ્લા મેજીસ્ટેર કચેરી પોલીસ અધિક્ષક કચેરી જીલ્લા પંચાયત કચેરી મહાનગરપાલિકા ની કચેરી તથા જિલ્લા કોૈર પરિસર તેમજ અન્ય કચેરીઓ નજીક તા. ૨૨ જાન્યુ સુધી અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ જેમાં શ્રી હુંબલ તથા જૂનાગઢ ડીવીઝન ર્પોસ્ટના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયેલ તેમજ જાહેર રસ્તા ઉપર નીકળતા વાહન ચાલકો તથા રાહદારી ઓને ટ્રાફિક નિયમનું પાલન કરી માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં ઘટાડો આવેતે બાબતની સમજ કરવામા઼ આવેલ હતી.
આ ડ્રાઇવ દરમ્યાન હેલમેટ ન પહરેલ વાહન ચાલકો સામે ૭૦ કેસો કરી રૂા. ૩૫ હજાર દંડ વસૂલ કરેલ તેમજ કારમાં સીટબેલ્ટ ન બાંધેલ વાહન ચાલકો સામે ૬૨ કેસો કરી રૂ. ૩૧ હજારનો દંડ વસૂલ કરેલ ઉપર સ્થળપર ૧૩૨ એનસી કેસો કરી ૬૬ હજાર નો દંડ વસુલ કરેલ હતો.
આમ આ ટ્રાફ્રિક ડ્રાઇવ દરમ્યાન ૨૬૪ કેસો કરી રૂા. ૧,૩૨૦૦૦ નો પોલીસે દંડ વસુલ કરી વાહન ચાલકો ને ટ્રાફિક નિયમન નું પાલન કરવા જણાવ્યું હતું.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
