તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
પોરબંદર પાસે ગોરડિયા ધાર સીમમાં દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીઃ ર૩ હજારનો દારૂ ઝડપાયો

પોરબંદર તા. ર૯ :.. નજીકના ભારવાડા ગોરડીયા ધાર સીમમાં દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ ત્રાટકીને દેશી પીવાનો તૈયાર દારૂ ૧૧૬ લીટર કિ. રૂા. ર૩,ર૦૦ નો તેમજ દારૂની ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા. પ૯,૧રપ મુદામાલ મળી આવ્યો હતો. દારૂ દરોડા સાથે ર શખ્સો ઝડપાયા હતા એક શખ્સ નાસી ગયો છે.
ભીરવાડા ગામની ગોરડીયા ધાર સીમ બરડા સાગર ડેમના કાંઠે બાવળડની , કાટમમાં જાહેરમાં આરોપી દિલીપ લખમણભાઇ સાદીયા તથા સુરજ કેશુભાઇ શીંગરખીયા તથા અજય વજશીભાઇ સાદીયા રહે. ત્રણેય ભરવાડા ગામ ગોરડીયા ધાર સીમ તા. જી. પોરબંદરવાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી પીવાનો દારૂ ભરેલ ૧-૧ લીટરની કોથળીઓ નંગ ૬૬ ભરેલ બાયકા નંગ-ર દારૂ લી. ૬૬ કિ. રૂા. ૧૩,ર૦૦ તથા દેશી પીવાનો દારૂ ભરેલ ૧૦-૧૦ લીટરના કેરબા નંગ-પ દારૂ લી. પ૦, કિ. રૂા. ૧૦,૦૦૦ તથા દારૂ ભરેલ ૧૦-૧૦ લીટરના કેરબા નંગ-પ કિ. રૂા. પ૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી. ૧૦૦૦ ની કિ. રૂા. રપ,૦૦૦ તથા આથાની વાસવાળા ર૦-ર૦ લીટરના પ્લાસ્ટીકના કેરબા નંગ ર૦ કિ. રૂા. ૮૦૦ તથા ગેસના બાટલા નંગ ૪ કિ. રૂા. ૪૦૦૦ તથા લોખંડના નળી સાથેના ચુલા નંગ ૯ કિ. રૂા. ૪પ૦૦ તથા ખાલી ટીનની કોઠી નંગ-૯ કિ. રૂા. ૯૦૦ તથા ખાલી ટીનના મોટા તપેલા નંગ-૯, કિ. ૪પ૦ તથા ખાલી ટીનની નાની તપેલી નંગ-૯ કિ. રૂા. રરપ મળી કુલ રૂા. પ૯,૧રપ ના મુદામાલ સાથે આરોપી દિલીપ લખમણભાઇ સાદીયા તથા સૂરજ કેશુભાઇ શીંગરખીયા બન્ને પકડાયા હતા. તથા આરોપી અજય વજશીભાઇ સાદીયા, હાજર નહી મળી આવેલ હોય જેથી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હા રજી. કરાવેલ છે.
આ દારૂ દરોડાની કામગીરીમાં એલ. સી. બી. આઇ. સી. આર. કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝૂડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, તથા એચ. સી. ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા ડબલ્યુએચસી નાથીબેન કુછડીયા તથા પીસી નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. પી. સી. ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતાં.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
