<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

હવે ખંભાળીયામાં દબાણ હટાવ ઝુંબેશ

રસ્‍તા ઉપર વંડા, મકાનો, દુકાનો ખડકી દેનારા રપને નોટીસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૯ : ખંભાળિયા નગરપાલિકા વિસ્‍તારમાં પણ થોડા સમયમાં દાદા નું બુલડોઝર ચાલશે ખંભાળિયામાં મિલન ચાર રસ્‍તા થી ખામનાથ સુધીના રસ્‍તા પર બંને બાજુ દબાણો થયા હોય રસ્‍તા ને નડતરરૂપ હોય તથા આ દબાણોથી રસ્‍તા પર ગંદકી પણ થતી હોય આવા આસામીઓ તથા ખંભાળિયામાં વિજય સિનેમા પાસેથી તેલી નદી નજીકથી સુખનાથ મહાદેવ પાસે જવાના રસ્‍તા પર દબાણો થયા હોય આ રસ્‍તો બનાવવાની કામગીરી ચાલુ હોય વચ્‍ચે વંડા મકાનો દુકાનો આવેલા હોય ૨૦ થી ૨૫ જેટલા આસામીઓને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.

તાકીદે તેમણે દૂર કરી નાખવું નહીં તો નગરપાલિકા તેમના ખર્ચે દૂર કરશે એવી નોટિસો આપવામાં આવતા ખંભાળિયામાં થોડા સમયમાં ડિમોલેશન નો નવો રાઉન્‍ડ શરૂ થાય તેવી શકયતા છે આ રસ્‍તા પર અનેક મોટા વંડા પણ વાળી લીધેલા છે. ખંભાળિયા પાલિકા દ્વારા દબાણ થયેલા સ્‍થળે માકિર્ંગ કરવામાં આવેલું છે તેથી કરીને ગેરકાયદેસરતાની ખબર પડે.

(1:48 PM IST)