તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 29th January 2025
ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર : 3 યુવાનોના કમકમાટીભર્યા મોત
કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટીભર્યા મોત થતા અરેરાટી : એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ

(દિપક કકકડ દ્વારા)વેરાવળ તા.૨૯ : ગુજરાતમાં ફરી એક વખત હાઈવે પર મરણચીસો ગુંજી ઉઠી છે. એક કાર ભયાનક રીતે ટ્રક સાથે અથડાતા 3 યુવાનોના કમકમાટીભર્યા મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાઈવે પર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના બની છે. જેમાં ત્રણ યુવાનો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સોમનાથ-ઉના ફોરટ્રેક હાઈ-વે ઉપર અકસ્માતની ઘટના બની છે. જેમાં ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયાનક ટક્કર થઈ હતી. અકસ્માતની આ ઘટના ડોળાસા પાસે બની છે. કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટીભર્યા મોત થયા છે જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
અગાઉ ત્રણ દિવસ પહેલા 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા મહીસાગરના શિક્ષક બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન કાર સાથે અકસ્માત થતા મોત થયું હતું. આ અકસ્માતની ઘટના કુંભાઈડી ગામ પાસે બની હતી જેમાં શિક્ષક રાજુભાઈનું મોત થયું હતું. એ જ દિવસે અન્ય એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં પાલનપુરની હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર બે બહેનોને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં એક બહેનનું મૃત્યુ નિપજ્યું હતું.
હજુ થોડા દિવસે પહેલા જ અરવલ્લીના વતની પુનાથી ધનસુરા થઇ મહાકુંભના દર્શને જઇ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. જેમાં ધનસુરાના લાલુકંપા ગામના પતિ-પત્ની સહિત 3 લોકોનાં મોત થયા હતા. આ અકસ્માત મધ્યપ્રદેશના જબલપુર પાસે થયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માતની ઘટના બની હતી.
(9:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
