તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th January 2025
મોરબીના પીપળી અને સાપર ગામે જુગાર રેડ , ચાર જુગાર રમતા રોકડ સાથે ઝડપાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના પીપળી ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા છે પીપળી ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્શોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં મનીષ કાંટા પાસે બાતમીને આધારે રેડ્ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ઇમરાન વલીમહમદ કટારીયા અને અલ્તાફ હુસેન જંગીયાને ઝડપી લઈને રોકડ રૂ ૨૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સાપર ગામની સીમમાં જુગાર રમતા બે ઝડપાયા
સાપર ગામની સીમમાં સિરામિક પાછળ જાહેરમાં જુગાર રમતા બે જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે સાપર ગામની સીમમાં અલફાન્સો સિરામિક પાછળ રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રફીક રહીમ માણેક અને ગણેશ પ્રવીણ ઇન્દરીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૩૦૦૦ જપ્ત કરી છે
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
