તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
જુનાગઢ રેન્જનાં આઈજી નિલેશ જાજડિયાને રાષ્ટ્રપતિ પદક એનાયત થશેઃ શુભેચ્છા વર્ષા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૫: જુનાગઢ રેન્જનાં આઈજી નિલેશ જાજડિયાને રાષ્ટ્રપતિ પદક એનાયત થશે. જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા પોલીસ રેન્જના વડા નિલેશ જાજડિયાની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પદક માટે પસંદગી કરવામાં આવી છે.
કાયદો, વ્યવસ્થા અને લોકોની સુરક્ષા સતત ક્રિયાશીલ રહેતા જુનાગઢ રેન્જનાં આઈજી નિલેશ જાજડિયા અગાઉ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની ફરજ પણ સૂપુરે બજાવી હતી. બાહોશ, કાર્યદક્ષ આઇપીએસ ઓફિસર નિલેશ જાજડિયાને રાષ્ટ્રપતિ પદક થવાના અવસરને લઈ તેમના પર શુભેચ્છાની વર્ષા થઈ રહી છે
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
