<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

જેતપુર પંથકમાં ધમધમતી દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાઈ

મહિલા સહિત બે શખ્‍સોને દેશી દારૂ-આથા સાથે પકડી પાડતી પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. રપઃ તાલુકા પોલીસે ગતરાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારમાં થી પસાર થતાં આરબ ટીમડી ગામે રહેતો શખ્‍સ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા તાલુકા પીઆઈ અજયસિંહ હેરમાં સ્‍ટાફ સાથે આરબ ટીમડી ગામે ધાર વિસ્‍તારમાં દારૂ અંગેની રેડ કરતા ધર્મેશ ઉર્ફે ધમો બાવાનજીભાઈ મકવાણા તેમના રહેણાંક મકાનમાં દેશી દારૂ ગાળતો હોય તાલુકા પોલીસે ધર્મેશ મકવાણાને દારૂ બનાવવાનો આથો લીટર ૧૨૦૦ દેશી દારૂ ૨૫ લીટર તથા દારૂ બનાવવાની ભઠ્ઠી ના સાધનો મળી કુલ રૂ. ૩૩,૩૦૦ સાથે પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી કરેલ.

અન્‍ય રેડમાં શહેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નવાગઢ વિસ્‍તારમાંથી પસાર થતાં લોહાણા મહાજન વાડી સામે આવેલ ઝૂંપડામાં દેશી દારૂ ઉપાડવાની ભઠ્ઠી ચાલુ હોય પોલીસે ઝૂંપડામાં દારૂ અંગેની રેડ કરતા દારૂ બનાવવાનો આથો ૧૦૦ લીટર તથા દેશી દારૂ ૫ લીટર મળી આવતા ભઠ્ઠી ચલાવતી મહિલા પીન્‍ટુબેન હરેશભાઈ ચારોલીયા ને દારૂ હાથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. ૨૫૫૦/- સાથે પકડી પાડેલ.

આમ શહેર તથા આરબ ટીમડી ગામે દેશી દારૂની ધમધમતી બે ભઠ્ઠીઓ સાથે બે શખ્‍સોને ઝડપી લઇ ધોરણ સરની કાર્યવાહી કરેલ.

(1:46 PM IST)