તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
અમરેલીમાં પ્રૌઢને સારૂ નહી લાગતા ગળાફાંસો ખાવાનો પ્રયાસ
પતિ પત્નિ વચ્ચે બોલાચાલી થતા દિકરીને લઈ બીજી દિકરીના સાસરે જતી રહેતા

અમરેલી,તા.૨૫ : અમરેલી બહારપરા વેલનાથ બાપુના મંદિર પાસે સંજયભાઈ રામજીભાઈ સમાણવા (ઉ.વ.૪૫)ને કરીયાણાના દુકાને માલ લેવા જવુ હોય. જેથી પોતાની પત્નિને દુકાને બેસવાનું કહેતા પત્નિએ દુકાને બેસવાની ના પાડતા પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી થતા પત્નિ ગીતાબેન તેમની દિકરીને લઈ બીજી દિકરીના સાસરે જતા રહેલ હોય. જેથી સંજયભાઈને સારૂ નહી લાગતા આવેશમાં આવી જઈ પોતાનાઘરે ઉપલા માળે હુક સાથે સાડીનો છેડોબાંધી ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યાનું ંપત્નિ ગીતાબેન સંજયભાઈ સમાણવાએ અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
બે મહિલાઓ વચ્ચે મારામારી
અમરેલી શ્યામ બેકરી પાસે રૂક્ષાનાબેન સલીમભાઈ હાલીપોટા દુકાને વસ્તુ લેવા માટે જતા હતા.ત્યારે મહેમુદાબેન અલીયાણી સામા મળેલ.અને રૂક્ષાનાબેનને ગાળો બોલી મુંઢમાર મારી ઝપાઝપી કરી છરી બતાવી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જયારે સામાપક્ષે મહેમુદાબેન મોસીનભાઈ અલીયાણી, સમાબેન બાલાભાઈ મકરાણી,સબુબેન મકરાણી, રૂક્ષાનાબેને ઢીકાપાટું વડે મુંઢ મારમારી ગાળો બોલી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની અમરેલીસીટી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ભારતનગરમાંયુવાનનું ઝેરી દવાપી જતા મોત
અમરેલીના ભારતનગરમાં રહેતા મુળ સોમપરા ગીરગઢડાના રાહુલભાઈ જીવાભાઈ મકવાણા ઉ.વ.૨૫પોતે પોતાની મેળે ઝેરી ટીકડા પીજતા મોત નિપજયાનું લાખુબેન જીવાભાઈ મુછડીયાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
