તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
જામનગરના પી.એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં સુભાષચંદ્ર બોઝના જન્મજયંતિની ઉજવણી

જામનગર,તા.૨૫: સમગ્ર દેશે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૮મી જન્મજયંતિ પરાક્રમ દિવસ તરીકે ઉજવી. જામનગરની પી.એમ.શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર ૨ ઈન્ફેન્ટ્રી લાઈનમાં કાર્યકારી આચાર્ય અમિતકુમાર મીણા અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આયોજિત ભવ્ય કાર્યક્રમમાં દેશભક્તિની ભાવનાને નવો આયામ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત નેતાજીના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દેવેન્દ્રસિંહ શેખાવત (આચાર્ય કેન્દ્રીય વિદ્યાલય નં.-૩) એ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંબોધન અને પ્રેરણા આપી હતી. આ પછી વીરતા દિવસ નિમિત્તે આયોજિત ‘‘પરીક્ષા પર ચર્ચા'' કાર્યક્રમમાં શાળામાં માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન વિવિધ શાળાઓના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્વાતંત્ર્ય સેનાનીઓ પરની ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. . ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ સ્થાન વિદ્યાર્થી અમૂલ્યા સિંઘ - પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ૨ ઇન્ફન્ટ્રી લાઇન, જામનગર, દ્વિતીય સ્થાન વેદાંત બાનુગરિયા - દિલ્હી પબ્લિક સ્કૂલ, જામનગર, તળતીય સ્થાન આરવ શ્રીવાસ્તવ - નંદ વિદ્યા નિકેતન સ્કૂલ, જામનગર એ મેળવ્યું હતું. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જાગળત કરવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરવાનો ઉત્તમ અવસર હતો.(તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
