News of Saturday, 25th January 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધારો યથાવતઃ ગિરનાર ૭, નલીયા ૮.૬ ડીગ્રી
મોડી રાત્રીના અને વહેલી સવારે ટાઢોડુ વધારેઃ પવનના સૂસવાટા

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો માહોલ બરકરાર છે. આજે ગિરનાર ઉપર ૭, નલીયામાં ૮.૬ રાજકોટમાં ૧૧.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. આજે સવારે જુનાગઢ સહિત ગિરનાર અને સોરઠ પ્રદેશમાં ઠંડીમાં ધરખમ વધારો થયો હતો.
શુક્રવારે જુનાગઢ નો લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ૫.૨ ડિગ્રી નીચે ઉતરીને ૧૨.૧ ડિગ્રીએ સ્થિર થતા નવેસરથી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
જૂનાગઢના ગિરનાર પર્વત પર પણ ઠંડી વધીને ૭.૧ ડિગ્રીએ પહોંચી હતી તેના પરિણામે ગિરનારની યાત્રાએ આવેલા ઙ્કવાસીઓ સહિતના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
આજે સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૭૮ ટકાએ પહોંચી જતા ઠંડીની તીવ્રતા વધી હતી.
સવારથી ૬.૬ કિલોમીટરની ઝડપે ઠંડો પવન પણ ફૂકાતા લોકો વધુ ઠુઠવાઈ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહત્તમ તાપમાન ર૬.પ, ભેજનું પ્રમાણ પ૪ ટકા, પવનની ગતિ ૯.૧ કિ. મી. રહી હતી.

(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
