તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
સ્વ.મહિપતસિંહ જાડેજાની ૧ ફેબ્રુઆરીએ બીજી પુણ્યતિથીઃ રીબડામાં મહારકતદાન કેમ્પ
આરએઆર ફાઉન્ડેશનનાં રાજદિપસિંહ જાડેજાની આગેવાનીમાં તડામાર તેૈયારીઃ થેલેસેમિયા અને ગંભીર બિમારીથી પીડાતા દર્દીઓને રકત અપાશેઃ પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.રપઃ ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાની બીજી પુણ્યતિથીએ ગોંડલના રીબડામાં મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. જેની પત્રકાર પરિષદમાં આરએઆર ફાઉન્ડેશનના રાજદિપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
રાજકોટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ ભાવુભા જાડેજાની દ્વિતિય પુણ્યતિથિ નિમિત્તે શ્રી RAR ફાઉન્ડેશન રીબડા, દ્વારા થેલેસેમિયા પીડિત અને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે ૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના શનિવારે રીબડા ખાતે શ્રી મહિરાજ બજરંગબલી મંદિરની પાછળ મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જીવનની અંતિમ ક્ષણ સુધી લોકસેવાને વરેલા સ્વ.મહિપતસિંહ જાડેજાની સેવાકીય પ્રવળત્તિ જેમને ગળથૂથીમાં મળી છે તે રાજદીપસિંહ જાડેજા(પૌત્ર) દાદાએ પ્રગટાવેલી માનવ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી નાની ઉમરમાં જ સેવા કાર્યો કરી રહ્યા છે, રાજદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં મહા રક્તદાન કેમ્પ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્તદાનને મહાદાન એટલા માટે કહે છે કે રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ જીવનદાન આપી શકે છે.આ એક એવું દાન છે કે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો. રક્ત એ એવી જીવનરક્ષક દવા છે જે કોઈ ફેક્ટરીમાં નથી બનતું, પરંતુ માનવ શરીર જ એની ફેક્ટરી છે, રક્તની જરૂરિયાત અને પુરવઠા વચ્ચે મોટો તફાવત રહેતો હોવાથી રક્તની સતત અછત વર્તાતી હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડેટા અનુસાર, દર વર્ષે ફક્ત ભારતમાં જ દર્દીઓને ૫ કરોડ યુનિટ રક્તની જરૂર પડે છે, એની સામે ફક્તને ફક્ત ૨૫ મિલિયન યુનિટ જ બ્લડ આપણી પાસે હોય છે. દેશમાં દર બે સેકન્ડે કોઈ ને કોઈને લોહીની જરૂર પડે છે, તેથી દરરોજ ૩૮ હજારથી વધુ લોકોને રક્તદાનની જરૂર પડે છે. રક્તદાનની સ્થિતિ ગંભીર હોવા પાછળનું સૌથી મોટું કારણ લોકોમાં રક્તદાનની જાગળતિનો અભાવ છે. લોકો નથી જાણતા કે રક્તદાન કરવાથી રક્તદાતાના સ્વાસ્થ્ય લાભ પણ અનેક લાભ મળે છે.
અંતમાં રાજદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સ્વ. દાદા મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિમાં રક્તદાન માટે એટલો ઉત્સાહ જોવા મળ્યો હતો કે રક્તદાતાઓએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને રક્તદાન કર્યું હતું. તેમજ ૫ હજાર લોકોએ દેહઘનનો સંકલ્પ લીધો હતો. સ્વ.ની બીજી પુણ્યતિથિ નિમિત્તે યોજાનાર રક્તદાન કેમ્પમાં રક્તદાન માટે અસંખ્ય રક્તદાતોએ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરી રહ્યા છે, આ વર્ષે ગત વર્ષ કરતા પણ વધુ યુનિટ એકત્ર કરી બ્લડ બેંકને અર્પણ કરાશે તેવો આશાવાદ વ્યક્ત કરી રક્તદાતાઓએ રક્તદાન કેમ્પમાં ઉમટી પડવા સંસ્થાપક રાજદિપસિંહ જાડેજા રીબડાએ અપીલ કરી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
