તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
વિંછીયા પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી અધિકારીઓને ખુનની ધમકી આપી ફરજમાં રૂકાવટના ગુનામાં ૭૦ આરોપીઓના જામીન મંજુર
કોળી શખ્સની હત્યા બાદ સરઘસ કાઢવાના મામલે ઉશ્કેરાયેલ ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો

આરોપીઓના એડવોકેટસ
રાજકોટ તા.રપઃ વિંછીયા પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી પોલીસ અધિકારીઓ તથા કોન્સ્ટેબલોને જાનથી મારી નાખવા તથા ફરજમાં રૂકાવટ કરવાના ગુન્હામાં ૭૦ આરોપીઓને જામીનમુકત કરવાનો આદેશ રાજકોટના એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પી.જે. તમાકુવાલાએ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, તારીખ ૦૬/૦૧/૨૦૨૫ ના રોજ એક કોળી વ્યકિતની હત્યાના ગુન્હામાં પકડાયેલ આરોપીઓનું સરઘસ કાઢવા બાબતે કોળી સમાજના લોકો મામલતદાર ઓફિસે વિંછીયામાં ઘરણા કરવા બેઠેલા અને વિંછીયા પોલીસ પાસે જીદ કરેલ કે, ૩૦૨ ના આરોપીઓનું સરઘસ કાઢો જેથી પોલીસપાર્ટીએ મુકેશ રાજપરા તથા નવનીત સોલંકીને પકડી વિંછીયા પોલીસ સ્ટેશન લઈ ગયેલ જેથી પાછળ ટોળું પોલીસ સ્ટેશને ગયેલ અને જણાવેલ કે રાજપરા અને સોલંકીને શા માટે પકડેલ છે.
આથી કોળી જ્ઞાતિના માણસો ભેગા થવા લાગેલ અને ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ લોકો ભેગા થયેલ અને લોકોએ પોલીસ સ્ટેશન ઉપર તથા પોલીસ અધિકારીઓ ઉપર પથ્થરમારો કરેલ જેમાં ૨-પોલીસકર્મીને ગંભીર ઈજાઓ થયેલ તથા અન્ય ૪-પોલીસકર્મીઓ ઘાયલ થયેલ જે અંગે પોલીસે આશરે ૧૦૦ જેટલા કોળી જ્ઞાતિના લોકોને પકડીને ગોંડલ જેલ હવાલે કરેલ.
આ કેસમાં પોલીસ ઈન્સ્પેકટરશ્રી જાનીએ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ કે, પોલીસ અધિકારીઓને ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાંખવા હુમલો કરેલ છે જે અન્વયે બી.એન.એસ.ની કલમ-૧૯૦, ૧૦૯(૧), વિગેરે અંગે ગુન્હો જાહેર થયેલ. નીચેની અદાલતને જામીન ઉપર છોડવાની સત્તા ન હોય અને કેસ સેશન્સ ટ્રાયેબલ હોય, તમામએ રાજકોટ સેશન્સ અદાલતમાં જામીન અરજી ગુજારેલ.
આરોપીઓ તરફે ઋષિત ડી. પટેલ, યુવા ધારાશાષાીએ દલીલો કરેલ કે, પોલીસે સત્તાનો દુર પયોગ કરી સામાન્ય ઈજાઓ અને પથ્થરોથી હુમલો થયેલ તેવું હોવા છતા બી.એન.એસ.ની કલમ-૧૯૦, ૧૦૯(૧) વિગેરે અંગે ખોટી ફરીયાદ આપી ગંભીર ગુન્હો દર્શાવેલ છે તેમજ પોલીસે પ્રજા ઉપર દમન કરેલ છે. હાલનો કિસ્સો પોલીસ દમનનો છે. પોલીસે આમ જનતાને લાઠી ચાર્જ કરી પ્લાસ્ટીકની બુલેટથી ફાયરીંગ કરી પોલીસે પબ્લીક ઉપર પથ્થરમારો કરેલ છે. હાલનો કેસ ગ્રવીયસ હર્ટનો કે ડેન્જરસ વેપનનો નથી. લોકોની વાત મામલતદાર ઓફીસે ધરણા માત્રની હતી.
આરોપીઓ તરફેથી દલીલો માન્ય રાખી રાજકોટના જોઈન્ટ ડિસ્ટ્રીકટ જજ શ્રી પી.જે.તમાકુવાલાએ તમામ ૭૦ જેટલા આરોપીઓને જામીન મુક્ત કરવા આદેશ ફરમાવેલ છે.
આરોપી તરફે યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમા લઈ ડીસ્ટ્રકટ કોર્ટે આ કામના આરોપી (૧) મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા (૨)જયદિપભાઈ રાજુભાઈ ડાભી (૩) જયદીપભાઈ પાચાભાઈ સાંકળીયા (૪) રમેશભાઈ છગનભાઈ જાંબુકીયા (૫) મુન્તાભાઈ ઉર્ફે મુન્નો મગનભાઈ ઝાપડીયા (ત)જયંતીભાઈ મેધાભાઈ ગોહિલ (૭) નવનીતભાઈ લાલજીભાઈ સોલંકી (૮) ગોપાલભાઈ ચોથાભાઈ વાલાણી (૯) અજયભાઈ લાલજીભાઈ રાજપરા (૧૦) વલ્લભભાઈ સોમાભાઈ કુંકડીયા (૧૧) ભોૈતિક પ્રકાશભાઇ જાંખણીયાને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમા આરોપીઓ વતી એડવોકેટ દિપકભાઇ ત્રિવેદી, રૂષિત પટેલ, હાર્દિક ડોડીયા રોકાયા હતાં જયારે અન્ય આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, શ્રી જીજ્ઞેશ એમ.સભાડ, વિરલભાઈ કે. ચૌહાણ, કેવીન એમ.ભંડેરી, યોગેશ જાદવ તેમજ મદદનિશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા અને વિછીયાના એડવોકેટ શ્રી વલ્લભભાઈ રંગપરા, ભરતભાઈ ધરજીયા, સ્તવન મહેતા, જીતેન્દ્ર કાનાબાર, નિકુંજ શુકલા, બ્રીજેશ ચોૈહાણ વિગેરે રોકાયેલ હતા.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
