<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

પશ્‍ચિમ કચ્‍છ પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે આજે સાંજે દેશભક્‍તિના ગીતો અને સાંસ્‍કળતિક કાર્યક્રમ

ભુજમાં પોલીસ હેડ ક્‍વાર્ટર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં દબદબાભર્યુ આયોજન, લોકોને સહ પરિવાર જોડાવવા પશ્‍ચિમ કચ્‍છ એસપીનું નિમંત્રણ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) પશ્‍ચિમ કચ્‍છ પોલીસ દ્વારા ૨૬ જાન્‍યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્‍યાએ દેશભક્‍તિના ગીતો અને સાંસ્‍કળતિક કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું છે. ભુજના સરપટ નાકા પાસે આવેલ પોલીસ હેડક્‍વાર્ટર ક્રિકેટ ગ્રાઉન્‍ડ મધ્‍યે ૨૫ જાન્‍યુઆરીના સાંજે ૬ કલાકે શરૂ થનાર આ કાર્યક્રમમાં જાહેર જનતાને સહપરિવાર પધારવા પશ્‍ચિમ કચ્‍છ જિલ્લા એસપી વિકાસ સુંડા દ્વારા ખાસ આમંત્રણ પાઠવાયું છે. દેશભક્‍તિના ગીતો સાથે આયોજિત આ સાંસ્‍કળતિક કાર્યક્રમમાં  જાણીતા નોબત વાદક શૈલેષ જાની અને સંગીત ઓર્ગેનાઇઝર અક્ષય જાની સાથે કચ્‍છના જાણીતા સંગીત કલાકારો અને પોતાનું પર્ફોમન્‍સ આપશે.

(11:24 AM IST)