તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
ઝાલાવાડના ખેડૂતો વઢવાણી મરચાની ખેતી કરીને સારી આવક મેળવી રહ્યા છે
પ્રતિ કિલો રૂા.૧૨૦ની આસપાસ ભાવઃ દર આઠ દિવસે ૪૦૦ કિલો જેટલું ઉત્પાદનઃ રાયતા મરચાની માગમાં પણ વધારો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. રપ :.. સુરેન્દ્રનગર - ઝાલાવાડમાં વઢવાણ, ચુડા સાયલા અને ધ્રાંગધ્રા સહિત તાલુકામાં વઢવાણી મરચાનું સારૂએવું ઉત્પાદન થઈ રહ્યું છે. અને આ વખતે વઢવાણી મરચાના સારા ભાવ મળતા હોવાથી ખેડુતોને રાહત થઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ બાગાયતી ખેતી તરફ વળીને નવી દિશા અપનાવી છે.વઢવાણમાં રાયતા મરચાનો ગળહ ઉદ્યોગ ચાલી રહ્યો છે. જે અનેક મહિલાઓને રોજગારી આપી રહ્યો છે. વઢવાણી રાયતા મરચાની સોડમ છેક વિદેશ સુધી ફેલાયેલી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની સીઝનમાં વઢવાણી મરચાની ખેતી કરીને ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. વઢવાણ, ચુડા, ચોકડી, સાયલા અને ધ્રાંગધ્રા તાલુકાના ગામડાંના ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાનું વાવેતર કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને પથુગઢ, વેળાવદર, ખોડું અને ચુલી જેવા ગામના ખેડૂતો લીલા મરચાની ખેતી દ્વારા સારી આવક મેળવી રહ્યા છે. વર્તમાન સમયમાં ખેડૂતોને પ્રતિ કિલો રૂા. ૧૨૦ની આસપાસ ભાવ મળી રહ્યો છે. અને દર આઠ દિવસે લગભગ ૪૦૦ કિલો જેટલું ઉત્પાદન મેળવી શકે છે.
ખેડુતોના કહેવા મુજબ વઢવાણી મરચાની માંગ ખાસ કરીને ઠંડીની ઋતુમાં વધુ રહે છે. ખેડૂતો વઢવાણ માર્કેટિંગ યાર્ડ અને શાકભાજીના હોલસેલ વેપારીઓને મરચાનું વેચાણ કરે છે. આ મરચાની માંગ માત્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યો અને વિદેશમાં પણ રહે છે. ખેડૂતો હવે મરચા અને મરચાના પાવડર બંનેનું વેચાણ કરવા લાગ્યા છે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
