<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ગચ્‍છાધિપતિ પૂ. પુણ્‍યપાલ સૂરિશ્વરજી મહારાજા મુંબઇમાં કાળધર્મ પામ્‍યાઃ કરોડોના ચડાવા બોલાયા

તપગચ્‍છાધિરાજ આ.ભ. વિજયરામચંદ્ર સૂરિશ્વરજી મ.ના. સમુદાયના ભાવનગર ખાતે ૮ વર્ષની વયે દિક્ષા અંગીકાર કરેલઃ ૭૦ વર્ષનો સંયમ પર્યાય

(મેઘના વિપુલ હિરાણી)   ભાવનગર તા.૨૪:ભાવનગરજૈન સમાજના તપાગયચ્‍છાધિરાજ આચાર્ય ભગવંત વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજના સુવિશાળ સાધુ-સાધ્‍વીજી ભગવંતોના સમુદાયના ગચ્‍છાધિપતિ મધુરભાષી,પ્રવચન પ્રદિપ, મહારાષ્‍ટ્ર શાર્દૂલ પૂજ્‍ય આચાર્ય વિજય મહાબલ સૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર રત્‍ન સૂરિરામચંદ્ર સમુદાયના ગચ્‍છાધિપતિ પરમ પૂજ્‍ય આચાર્ય દેવેશ શ્રીમદ્‌ વિજય પુણ્‍યપાલ સૂરીશ્વરજી મહારાજા તા.૨૩ બુધવારના રોજ સાંજે ૬.૧૫ કલાકે અત્‍યંત સ્‍વચ્‍છતા અને સમાધિપૂર્વક મુંબઇ મુલુંડ વીણાનગર સંઘ ઉપાશ્રયમાં  કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનું  ફરી વળ્‍યું છે.  આજે તા.૨૪ સવારે ૯.૩૦ કલાકે મુલુંડ વેસ્‍ટ મુકામે, ઓબેરોય એનીગમા ટાવર ખાતે કાળધર્મ ને લગતા વિવિધ ચડાવા બોલાયા  હતા. જેમાં વીલેપન ૫૧.૫૧ લાખ, ગુરૂપૂજન ૯૦.૯૦ લાખ, સ્‍વસ્‍તીક કાઢવાના  તા. ૩૩.૩૩ લાખ, આગળની જમણી કાંધના ૩૬.૩૬ લાખ, પાલખીમાં પધરાવાના  ૫૧.૫૧ લાખ, આગળની ડાબી કાંધ ૩૬.૩૬ લાખ, પાછળની જમણી કાંધ ૨૭.૨૭. લાખ, પાછળની ડાબી કાંધ ૬૩.૬૩ લાખ, પહેલા ધુપ લઇને ચાલવાના ૧૫.૧૫ લાખ, બીજા ધુપના ૧૪.૧૪ લાખ, ત્રીજું ધુપ ૧૪.૧૪.ચોથું ધુપ  ૧૫.૧૫ લાખ, વરસીદાન ૨૮.૨૮ લાખ, ગુલાબ ઉડાડવાના  ૨૧.૨૧ લાખ, અનુકંપા ૨૨.૨૨ લાખ, મધ્‍ય લોટી ૩૬.૩૬ લાખ તથા ૮ લોટીના આશરે ૧.૩૬ કરોડના ચડાવા બોલવામાં આવ્‍યા હતા. (૩.૧૨)

(3:38 PM IST)