તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
પોરબંદર જિલ્લામાં પરપ્રાંતિયોને મકાન ભાડે આપ્યાની જાણ પોલીસને કરાવવાનું ફરજિયાત

પોરબંદર,તા.૨૪ : પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદરે જિલ્લામાં પરપ્રાંતીયને મકાન/ઔધોગિક એકમ/ઓફીસ/દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજ વિગેરે જગ્યા ભાડે આપ્યાની નોંધણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ પોરબંદર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે પોરબંદર જિલ્લાના તમામ મકાન/ઔધોગિક એકમ/ઓફીસ/દુકાન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજના માલિકોએ જાતે અથવા અધિકળત વ્યકિતઓ મારફતે જો કોઇ પરપ્રાંતીય વ્યકિત અથવા અગર તો આ માટે આવા મકાન માલિકો ખાસ સત્તા આપેલ વ્યકિત/સંસ્થાને અત્રેના જિલ્લામાં મકાન/ઔધોગિક એકમ/ઓફીસ/દુકાન/ ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યારે ફરજીયાત નિયત નમુના મુજબની જાણ સબંધિત પોલીસ સ્ટેશન કરવાની રહેશે.
આ જાહેરનામું તા.૨૧ માર્ચ (આ જાહેરનામું બીજો હુકમ થતાં) સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ઉલ્લધંન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજાને પાત્ર થશે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
