તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
જુનાગઢ સરસ્વતી પ્રા.કન્યા વિદ્યાલયમાં રામમંદીર પ્રાગટયની ઉજવણી

જુનાગઢ : સરસ્વતી કન્યા વિદ્યાલય શાળામાં રામમંદિર પ્રાગટય મહોત્સવ નિમિતે ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરાઈ જેમાં રામ ભગવાનની વિધિવત સ્થાપન કરાઈ હનુમાન ચાલીસા અને રામ રક્ષાસ્ત્રોતનાં સામૂહિક પાઠ કરાયા. શિક્ષકો દ્વારા ભગવાન રામની મૂર્તિ સમક્ષ શ્રી રામ લખીને ૧૦૮ દિવડાનું દિપ દાન કરાયું. વિદ્યાર્થીનીઓએ નળત્ય રજૂ કર્યા.રાસ ગરબા રમ્યા તેમજ ધોરણ ૧ થી ૪માં ભગવાન રામ સીતા અને લક્ષ્મણનાં રૂપમાં વેશભૂષા સ્પર્ધા અને ધોરણ ૫ થી ૮માં રામાયણ કથા આધારિત નાટય સ્પર્ધા યોજાઈ. આ તકે માધ્યમિક વિભાગનાં આચાર્ય રમાબેન બાપોદરા ઉપસ્થિત રહ્યા હતા. મેનેઝીંગ ટ્રસ્ટી આલાભાઈ ઓડેદરા સર, કેમ્પસ ડાયરેક્ટર સ્વપિ્નલભાઈ વાધામસી આચાર્ય નિકુંજભાઈ રાવલ ઉપાચાર્યા મનીષાબેન ઓડેદરા અને સર્વ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
