<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ભાવનગરમાં ૮ વર્ષની વયે દિક્ષા લઇ ૭૦ વર્ષનો સંયમ પાળી પુણ્‍યપાલસૂરીનો સ્‍વર્ગવાસ

(મેઘના વિપુલ હિરાણી)   ભાવનગર તા.૨૪:ભાવનગરજૈન સમાજના તપાગયચ્‍છાધિરાજ આચાર્ય ભગવંત વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજના સુવિશાળ સાધુ-સાધ્‍વીજી ભગવંતોના સમુદાયના ગચ્‍છાધિપતિ મધુરભાષી,પ્રવચન પ્રદિપ, મહારાષ્‍ટ્ર શાર્દૂલ પૂજ્‍ય આચાર્ય વિજય મહાબલ સૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર રત્‍ન સૂરિરામચંદ્ર સમુદાયના ગચ્‍છાધિપતિ પરમ પૂજ્‍ય આચાર્ય દેવેશ શ્રીમદ્‌ વિજય પુણ્‍યપાલ સૂરીશ્વરજી મહારાજા તા.૨૩ બુધવારના રોજ સાંજે ૬.૧૫ કલાકે અત્‍યંત સ્‍વચ્‍છતા અને સમાધિપૂર્વક મુંબઇ મુલુંડ વીણાનગર સંઘ ઉપાશ્રયમાં સ્‍વર્ગવાસ (કાળધર્મ) પામતા જૈન સમાજમાં ધરતીકંપ જેવો આંચકો અનુભવ્‍યો છે. આજે તા.૨૪ સવારે ૯.૩૦ કલાકે મુલુંડ વેસ્‍ટ મુકામે, ઓબેરોય એનીગમા ટાવર ખાતે કાલધર્મ ને લગતા વિવિધ ચડાવા બોલાશે.

 

 

(12:06 PM IST)